🔥 ट्रेंडिंग મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની... उपराष्ट्रपति सी.पी. राधाकृष्णन और राज्... शाहबाद के ग्राम जगेसर में खूनी संघर्ष:... सीतापुर में श्याम नाथ मंदिर में दिवाली... સાબરકાંઠા, વડાલીમાં કાળી ચૌદશેની અનોખી... अंबा प्रसाद ने सरकारी आवास खाली करवा क...
08 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભિલોડા નજીક બુઢેલી નદીના ચેકડેમ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
अपराध

ભિલોડા નજીક બુઢેલી નદીના ચેકડેમ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 23 सित. 2026, 08:28 AM 👁 63
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભિલોડામાં બુઢેલી નદીના ચેકડેમ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને મૃતકના મૃત્યુનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

ભિલોડામાં બુઢેલી નદીના ચેકડેમ પાસેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં જ ભિલોડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના શરીર પર પીળા રંગનું શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેરેલું હતું.

પોલીસ દ્વારા મૃતકની ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
📲Get App