🔥 TRENDING સેવા મેરા યોગદાન અંતર્ગત દિવ્યાંગોને ક... Dardnak hadsa damfhar ne mari side pu... Apple launches Mac mini and Mac Studio... Police Arrest Wanted Gangster Herman S... Knife Attack on 22-Year-Old Woman Prot... Eleven drown during Karma‑Dharma idol...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

"સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત અમરેલીમાં યોગ અને ધ્યાન શિબિરનું આયોજન

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 23 Sep 2026, 09:05 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
"સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત અમરેલીમાં યોગ અને ધ્યાન શિબિરનું આયોજન

તા. ૨૭ સપ્ટેમ્બરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાનારી યોગ શિબિરમાં નાગરિકોને સહભાગી થવા અનુરોધ

અમરેલી તા.૨૨ સપ્ટેમ્બર
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત અમરેલી ખાતે યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમરેલીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સરદાર પટેલ રમત સંકુલ, ચિતલ રોડ ખાતે તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬, રવિવારના રોજ સાંજે ૦૫:૦૦ થી ૦૭:૦૦ કલાક દરમિયાન આ યોગ અને ધ્યાન શિબિર યોજાશે.

આ શિબિરમાં યોગ અને ધ્યાનના વિવિધ આસનો તેમજ પ્રાણાયામ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવશે. યોગ અને ધ્યાનને દૈનિક જીવનનો હિસ્સો બનાવી નાગરિકો સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવમુક્ત જીવનશૈલી અપનાવી શકે તેવા હેતુથી શિબિરનું આયોજન કરાયું છે.

ઉલ્લેખનીય છે કે, યોગ એ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે, જે શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક શાંતિ અને આંતરિક ઊર્જા પ્રદાન કરે છે. આજના વ્યસ્ત જીવનમાં સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી અપનાવવા માટે યોગ અને ધ્યાનનું વિશેષ મહત્ત્વ છે. આ અભિયાનના માધ્યમથી નાગરિકોમાં યોગ અને ધ્યાન પ્રત્યે જાગૃતિ કેળવવા તેમજ સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમરેલીના નાગરિકોને આ શિબિરમાં ઉત્સાહભેર સહભાગી થઈ યોગ અને ધ્યાનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
📲Get App