સેવા મેરા યોગદાન અંતર્ગત દિવ્યાંગોને કરિયાણા કિટ નું વિતરણ.

સાંપ્રત એજયુએક્શન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જુનાગઢ ( અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા)
હાલ આપણાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે આ અઠવાડિયામાં “ સેવા મેરા યોગદાન “ અંતર્ગત દિવ્યાંગો , વૃધ્ધો અને બાળકો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે તારીખ ૨૨-૦૯-૨૦૨૬ ના રોજ સાંપ્રત સંસ્થામાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં જિલ્લામાં નિવાસ કરતાં જરૂરીયાત વાળા દિવ્યાંગ પરિવારને અનાજ કરિયાણા કિટનું વિના મૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરેલ. જે કીટમાં ઘઉ , ચોખા ,તેલ ખાંડ , ચા, કઠોડ , મસાલા વગેરેનો સમાવેશ છે.
આ તકે સમાજ સુરક્ષા જૂનાગઢના નાયબ નિયામક ડો. પ્રાર્થનાબેન સેરસિયા , પ્રોબેશન ઓફીસર વાણીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશ મહિડા, બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન પાયલબેન પરમાર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ. અને તેમના હસ્તે કરિયાણા કિટનું વિતરણ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર તથા સ્ટાફે ભરી જહેમત ઉઠાવી હતી.