🔥 TRENDING Manipuri Film 'Sunita' Wins Best Film... Women Protest in Imphal Demand Immedia... Manipur Chief Minister Meets Former AD... Meghalaya to Relocate 30 Foreign Natio... Meghalaya CM Presents CMSDF Sanctions... MoEFCC and National Biodiversity Autho...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બ્રેકિંગ ન્યૂઝ વિરમગામના કુંવરબા પાર્કમાં ફરી પાણી ભરાયા, રસ્તાઓ પર પાણી ફરી વળતાં રહીશો પરેશાન

✍️ Reporter: Gilani Asikali 🗓 23 Sep 2026, 07:52 AM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરના વોર્ડ નંબર 2માં આવેલા કુંવરબા પાર્ક વિસ્તારમાં ઉપરવાસના વરસાદી પાણી ફરી વળતાં સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. પાણી ભરાવાના કારણે વિસ્તારના મુખ્ય રસ્તાઓ સહિત આંતરિક માર્ગો પર પણ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે.સ્થળ પર પાણી ભરાઈ જવાથીવાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક રહીશો અને રાહદારીઓને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. અનેક સ્થળોએ રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તાની સ્થિતિ પણ સ્પષ્ટ દેખાતી નથી, જેના કારણે અકસ્માતનો ભય પણ ઉભો થયો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદ બાદ વારંવાર આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. પાણીનો યોગ્ય નિકાલ ન થતાં લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહે છે અને રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.સ્થાનિક રહીશોએ તંત્ર દ્વારા સ્થળ પર તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી હાથ ધરી, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
રિપોર્ટર.આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App