🔥 TRENDING મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની... उपराष्ट्रपति सी.पी. राधाकृष्णन और राज्... शाहबाद के ग्राम जगेसर में खूनी संघर्ष:... सीतापुर में श्याम नाथ मंदिर में दिवाली... સાબરકાંઠા, વડાલીમાં કાળી ચૌદશેની અનોખી... अंबा प्रसाद ने सरकारी आवास खाली करवा क...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ: ગોતામાં ક્રેઈનની ટક્કરથી કોલેજ વિદ્યાર્થિનીનું મોત, ચાલક ફરાર
Crime

અમદાવાદ: ગોતામાં ક્રેઈનની ટક્કરથી કોલેજ વિદ્યાર્થિનીનું મોત, ચાલક ફરાર

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 23 Sep 2026, 07:55 AM 👁 78
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક કોલેજ નજીક ક્રેઈનની ટક્કરથી એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. અકસ્માત બાદ ક્રેઈન ચાલક ફરાર થઈ ગયો હતો.

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલી સિલ્વર ઓક કોલેજ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. એક ક્રેઈનની ટક્કર વાગવાથી કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક યુવતી કોલેજની વિદ્યાર્થિની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જાયા બાદ ક્રેઈન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે પોલીસ તપાસમાં વધુ મુશ્કેલી ઊભી થઈ શકે છે.

આ ગમખ્વાર અકસ્માતની ઘટના બન્યા બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. લોકોમાં અકસ્માતને લઈને ચકચાર મચી જવા પામી હતી.
📲Get App