🔥 ट्रेंडिंग નાની કુંડળ ગામે પોલીસ લોક દરબાર: સાયબર... Gerkaydesar fising शिक्षक खान सर ने बाढ़ में नाव से पीड़ि... सेनेगल में महीनों फंसे बिहार के कामगार... महाराष्ट्र बी.फार्म 2026 प्रवेश: विकल्... महाराष्ट्र ने नई बैंकिंग नियमावली और र...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી આર.ટી.ઓ કચેરી દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનચાલકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો આશરે ૨૦૮ જેટલા વાહનચાલકો અને કર્મચારીઓની નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરાઈ

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 23 सित. 2026, 09:12 AM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી આર.ટી.ઓ કચેરી દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનચાલકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

આશરે ૨૦૮ જેટલા વાહનચાલકો અને કર્મચારીઓની નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરાઈ


અમરેલી તા. ૨૨ સપ્ટેમ્બર
સેવા સંકલ્પ અભિયાન - ૨૦૨૬ અંતર્ગત વાહનચાલકોના સ્વાસ્થ્યની જાળવણી અને માર્ગ સલામતીના હેતુથી અમરેલી ખાતે બે દિવસીય નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૧/૦૯/૨૦૨૬ના રોજ અમર ટ્રેક્ટર્સ ખાતે ટ્રાન્સપોર્ટ વાહનોના ડ્રાઇવર્સ માટે તેમજ તા. ૨૨/૦૯/૨૦૨૬ના રોજ GSRTC બસ ડેપો ખાતે ડ્રાઇવર્સ, કંડક્ટર્સ અને વર્કશોપ સ્ટાફ માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો.

આર.ટી.ઓ અમરેલી, સી.ડી.એમ.ઓશ્રીની ટીમ, ટ્રાફિક પોલીસ, જી.એસ.આર.ટી.સી અને અમર ટ્રેક્ટર્સના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલા આ કેમ્પમાં બંને દિવસ દરમિયાન કુલ ૨૦૮ જેટલા ડ્રાઇવર્સ, કંડક્ટર્સ, જી.એસ.આર.ટી.સી વર્કશોપ સ્ટાફ અને ટ્રાન્સપોર્ટ વાહનોના ચાલકોની નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે બ્લડ શુગર, બ્લડ પ્રેશર (બી.પી.) અને આંખોની તપાસ કરવામાં આવી હતી.

વાહનચાલકોના સ્વાસ્થ્યની પ્રાથમિક તપાસ દ્વારા આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું સમયસર નિદાન થઈ શકે છે. ખાસ કરીને બ્લડ પ્રેશર, શુગર અને દૃષ્ટિ સંબંધિત તકલીફોની સમયસર જાણકારી મળવાથી માર્ગ પર વાહન ચલાવતી વખતે સંભવિત જોખમો અને અકસ્માતની ભીતિ ઘટાડવામાં મદદ મળી શકે છે. આ પ્રકારના આરોગ્ય કેમ્પ વાહનચાલકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા તેમજ માર્ગ સલામતીને વધુ સુદૃઢ બનાવવામાં મહત્વપૂર્ણ બની રહેશે, તેમ આર.ટી.ઓ અધિકારીશ્રી, અમરેલીની યાદીમાં જણાવાયું છે.
📲Get App