🔥 TRENDING Sundowner Residences Sets New Benchmar... IPL auction to be held in India, BCCI... Nagaland Dear Lottery Sambad Wednesday... Union Minister Shah urges India to wag... Narmadapuram constable Somil Saxena ar... Resident Doctors Protest at AIIMS Jodh...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતના વેસુમાં ગણેશોત્સવમાં ડેકોરેશનના પેમેન્ટ મુદ્દે વિવાદ, કોન્ટ્રાક્ટર સામાન લઈ જતા નજરે પડ્યા

✍️ Reporter: Dhaval Maheta 🗓 23 Sep 2026, 06:58 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના વેસુ વિસ્તારમાં લોકમાન્ય તિલક ગણેશ ઉત્સવમાં ડેકોરેશનના પેમેન્ટ મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે. આયોજકો અને કોન્ટ્રાક્ટર વચ્ચે સર્જાયેલા તણાવના કારણે ડેકોરેશનના કામમાં અડચણ આવી છે.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા લોકમાન્ય તિલક ગણેશ ઉત્સવમાં ડેકોરેશનના પેમેન્ટ મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે. આયોજકો અને કોન્ટ્રાક્ટર વચ્ચે પેમેન્ટની લેવડદેવડને લઈને મામલો એટલો વણસ્યો છે કે, ચાલુ આયોજન વચ્ચે ડેકોરેશન કરનાર કોન્ટ્રાક્ટર પોતાનો સામાન લઈને જતા નજરે પડ્યા હતા.

આ અંગે આયોજક પૂજા પટેલે જણાવ્યું હતું કે, "અમે 80% પેમેન્ટ એટલે કે 32 લાખ રૂપિયા ચૂકવી દીધા છે, પરંતુ નક્કી કર્યા મુજબનું ડેકોરેશન ન થતાં અમે બાકીનું પેમેન્ટ અટકાવ્યું છે." બીજી તરફ આશીર્વાદ ડેકોરેશનના કોન્ટ્રાક્ટર ડેવિડભાઈએ રોષ ઠાલવતા કહ્યું કે, "મારું 19 લાખનું પેમેન્ટ બાકી છે અને પૈસા માંગવા ગયો તો મારી સાથે મારપીટ કરવામાં આવી છે."

મળતી માહિતી અનુસાર, વેસુમાં યોજાયેલા આ ભવ્ય ગણેશોત્સવ માટે મંડપ અને ડેકોરેશનની જવાબદારી આશીર્વાદ ડેકોરેશનને સોંપવામાં આવી હતી. ગણપતિ મંડપનું સંપૂર્ણ ડેકોરેશન 51 લાખ રૂપિયામાં નક્કી થયું હતું. જેમાંથી આયોજકો દ્વારા અત્યાર સુધીમાં કોન્ટ્રાક્ટરને 32 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. જોકે, કોન્ટ્રાક્ટરનો દાવો છે કે હજુ પણ તેના 19 લાખ રૂપિયા લેવાના બાકી છે અને આયોજકો તે ચૂકવવાનો ઇનકાર કરી રહ્યા છે. જેના કારણે તેને અડધેથી મંડપ ખોલવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે.
📲Get App