🔥 ट्रेंडिंग SD Pay / Apna Pay કૌભાંડ: મુખ્ય આરોપીઓ... ಚಿಕ್ಕಹೂನ್ನಕುಣಿ K B J N Lಕಚೇರಿ ಸ್ಥಳಾಂತರ... હરીકૃષ્ણ મહારાજ મંદિરમાં ભવ્ય આરતી અને... સુપ્રીમ કોર્ટનો ધરપકડના નિયમોમાં મોટો... मेंबर बने नगरपालिका के દેવકરણ ના મુવાડા ગામમાં સ્ટ્રીટ લાઇટો...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

પોશીના પોલીસે ૨.૫ કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો, ૧.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 सित. 2026, 08:25 AM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં 'SAY NO TO DRUGS' મિશન હેઠળ પોશીના પોલીસે રાજસ્થાન સરહદ પાસેથી ૨.૫ કિલો ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે ૧.૬૧ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠા જિલ્લામાં યુવાધનને નશાની લતમાંથી બચાવવા અને ડ્રગ્સ મુક્ત જિલ્લાના સંકલ્પ સાથે ચલાવવામાં આવી રહેલા "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત પોશીના પોલીસને મોટી સફળતા મળી છે. રાજસ્થાન સરહદ તરફથી મોટરસાયકલ પર સ્કૂલબેગમાં માદક પદાર્થ ગાંજો લઈને આવતા એક ઈસમને પોલીસે રૂ. ૧,૬૧,૯૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના મુજબ અને ખેડબ્રહ્મા ડીવાયએસપીશ્રી ડૉ. કુલદિપકુમાર નાયીના માર્ગદર્શન હેઠળ પોશીના પોલીસ ઈન્સપેક્ટર ડી.એન. સાધુ અને તેમની ટીમ સતત પેટ્રોલીંગમાં હતી.

દરમિયાન, સર્વેલન્સ પી.એસ.આઈ. વી.બી. મેઘનાથી અને સ્ટાફના લોક રક્ષક દીપકકુમાર પુંજાભાઈને ચોક્કસ બાતમી મળતા તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે ૨.૫ કિલો ગાંજો જેની કિંમત રૂ. ૧,૬૧,૯૫૦ થાય છે, તે જપ્ત કર્યો છે. પોલીસે ગાંજા સાથે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App