🔥 TRENDING Mizoram launches ‘Pluck and Pay’ farm... BJP appoints Madhya Pradesh’s Ashish U... Rajasthan High Court orders 25% of dau... ਕਾਰ ਚਾਲਕ ਦੀ ਕੁੱਟਮਾਰ ਕਰਕੇ ਮੋਬਾਈਲ ਤੇ ਚਾਬ... દલાપુરામાં રાજા વિહત ગ્રુપ દ્વારા આયોજ... राजस्थान।।
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ: અરજદારોની રજૂઆતો સાંભળી, પ્રશ્નોના ત્વરિત નિકાલના આદેશ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Sep 2026, 07:35 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર ખાતે યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની રૂબરૂ રજૂઆતો સાંભળવામાં આવી હતી અને જમીન માપણી, દબાણ તથા નાગરિક સુવિધાઓ સંબંધિત પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું..

સાબરકાંઠા જિલ્લાના-:
હિંમતનગર ખાતે ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં વિવિધ અરજદારો દ્વારા રજૂ કરવામાં આવેલી સમસ્યાઓ અને ફરિયાદોને રૂબરૂ સાંભળવામાં આવી હતી.બેઠક દરમિયાન જમીન માપણી, ગેરકાયદે દબાણ અને નાગરિક સુવિધાઓ જેવી બાબતો સંબંધિત અનેક પ્રશ્નો અરજદારો દ્વારા રજૂ કરાયા હતા.આ પ્રશ્નોના તાત્કાલિક અને અસરકારક નિકાલની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો..

અમલીકરણ અધિકારીઓને આ તમામ પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. અરજદારોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા અને સુવિધાઓ સુલભ બનાવવા માટે વહીવટીતંત્ર પ્રતિબદ્ધ હોવાનું જણાવાયું હતું.
📲Get App