अपराध
અમદાવાદ: ગોતામાં ક્રેઈનની ટક્કરથી કોલેજ વિદ્યાર્થિનીનું મોત, ચાલક ફરાર
અમદાવાદના ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક કોલેજ નજીક ક્રેઈનની ટક્કરથી એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. અકસ્માત બાદ ક્રેઈન ચાલક ફરાર થઈ ગયો હતો.
અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક કોલેજ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. એક ક્રેઈનની ટક્કર વાગતા કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક યુવતી કોલેજની વિદ્યાર્થીની હતી. અકસ્માત સર્જાયા બાદ ક્રેઈન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા.
આ ગંભીર અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર થયેલા ચાલકને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે.