ઝીલણી એકાદશી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા
પાટણ-રાધનપુર : રાધનપુર શહેરના મોટા ઠાકોરવાસ ખાતેથી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જળ ઝીલણી એકાદશી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષ્ણ યુવક મંડળ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.