🔥 TRENDING जलझूलनी एकादशी पर ठाकुर जी महाराज की स... અમરેલી: ધારી તુલસીશ્યામ રોડ પર જીરાના... નવા મુવાડા ક્લસ્ટર કક્ષાની વિકસિત ભારત... Police shoot accused of molesting teen... Muzaffarpur: Factory worker Ashok Sahn... Madhya Pradesh Secures Over ₹1,200 Cro...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sarkari Yojana

મહેસાણા: વિસનગરમાં 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો, નાગરિકોને એક જ સ્થળેથી વિવિધ સરકારી સેવાઓનો લાભ મળ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 22 Sep 2026, 10:02 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લાના વિસનગરમાં નગરપાલિકા દ્વારા 'સેવા સેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સરકારી યોજનાઓ અને વહીવટી સેવાઓનો લાભ નાગરિકોને સ્થળ પર જ પૂરો પાડવામાં આવ્યો હતો..

મહેસાણા જિલ્લાના-:
વિસનગર નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અને વહીવટી સેવાઓ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચાડવાના હેતુથી 'સેવા સેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસનગર નગરપાલિકા દ્વારા લાવારીસ બસ સ્ટેન્ડ પાસે આવેલી પ્રાથમિક શાળા નં-૨ ખાતે સવારે ૯:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા દરમિયાન આ વિશેષ શિબિર યોજાઈ હતી.આ શિબિરમાં વિસનગર મામલતદાર,પાલિકા પ્રમુખ આશા પટેલ,ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી,તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.રાજેશ પટેલ સહિત નગરસેવકો અને વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓએ વિવિધ સ્ટોલ્સની કામગીરીની સમીક્ષા કરી હતી.એક જ સ્થળે વિવિધ સ્ટોલ્સ ઊભા કરીને પ્રજાલક્ષી કામગીરીનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન રેશનકાર્ડ સંબંધિત કામગીરી,ઈ-કેવાયસી,આવક,જાતિ અને નોન-ક્રીમીલેયરના પ્રમાણપત્રો તેમજ વારસાઈ નોંધણીની કામગીરી હાથ ધરાઈ હતી..

આ ઉપરાંત આયુષ્માન ભારત (PMJAY) કાર્ડ,બીપી-ડાયાબિટીસ સ્ક્રીનિંગ, જનરલ ચેકઅપ, જન્મ-મરણ પ્રમાણપત્રો, વૃદ્ધ અને વિધવા સહાય, દિવ્યાંગતા પ્રમાણપત્ર, UDID કાર્ડ અને બસ કન્સેશન પાસ જેવી સેવાઓ સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી.આ સાથે જ પીએમ આવાસ યોજના,પીએમ સ્વનિધિ,સરકારી વીમા યોજનાઓ, પેન્શન યોજનાઓ,આધાર કાર્ડ સંબંધિત કામગીરી તથા નગરપાલિકાના વેરા અને કનેક્શન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ પણ એક જ સ્થળ પર કરવામાં આવ્યો હતો.આ આયોજનથી સ્થાનિક રહીશોને સરકારી કચેરીઓના ધક્કા ખાધા વિના ઘરઆંગણે જ મહત્વની સેવાઓનો લાભ મળ્યો હતો.
📲Get App