🔥 TRENDING અમરેલીના ચિત્તલ રોડ પર નવો બનેલ માર્ગમ... भालोद हादरले! दारूच्या नशेत किरकोळ वाद... जामनेर तहसील पुन्हा ACB च्या रडारवर; २... IOC to Link Kochi LNG Terminal with So... Tamil Nadu Expands Kamaraj Breakfast S... MP NEET Mop‑Up Round 2026 Counselling...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ચંદ્રમૌલેશ્વરના કુંવરના દરબારમાં ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 22 Sep 2026, 10:20 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચંદ્રમૌલેશ્વરના કુંવરના દરબારમાં ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ભક્તિમય માહોલમાં સંપન્ન થયા.

ચંદ્રમૌલેશ્વરના કુંવરના દરબારમાં ગણેશ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ઉત્સાહસભર માહોલમાં સંપન્ન થયો હતો.

કાર્યક્રમની વિધિવત શરૂઆત રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ના સમૂહ ગાન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ગણપતિ દાદાની પાવન મહાઆરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આ પ્રસંગે સેવા-પૂજા અને આરતીનો લાભ લેનાર જિલ્લા પંચાયત સદસ્ય ચંપુભાઈ મકવાણા તથા Honorable કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સર તેમજ ધારી મામલતદાર પરિક્ષિત પરમાર સાહેબ અને સ્ટાફનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રકાશભાઈ પોપટ, સ્વાતિબેન પોપટ, ચંદ્રેશભાઈ સોલંકી, હિનાબેન રાવળ, નિલેશભાઈ ધાધલ, શિવરાજભાઈ વાળા, આર.એસ.એસ. પ્રચારક દાદા, વિશાલભાઈ સોઢા અને અરવિંદભાઈ દવે સહિતના અગ્રણીઓનું શાલ ઓઢાડી, સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અને પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભર્યું સન્માન કરાયું હતું.

મહાઆરતી સંપન્ન થયા બાદ ઉપસ્થિત તમામ ભક્તજનો માટે પ્રસાદ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ ભારે જહમત ઉઠાવી હતી.

અહેવાલ: ગજેન્દ્રભાઈવાળા ધારી
📲Get App