🔥 ट्रेंडिंग બાપા સીતારામ વિદ્યામંદિર, બગદાણા માં ગ... बारमेर विधायक प्रियंका चौधरी ने 17 साल... ताजनीक ने राजनंदगांव, छत्तीसगढ़ में नय... जमुई में छात्र-छात्रा के बदसलूकी का वी... अनंत चतुर्दशी पर गणेश विसर्जन हेतु 700... मौगंज में जलजीवन मिशन का काम 3.85 करोड...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સર્પદંશથી બચાવ અને તાત્કાલિક સારવાર અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન

✍️ रिपोर्टर: Pankaj Pandit 🗓 22 सित. 2026, 06:54 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સર્પદંશથી બચાવ અને તાત્કાલિક સારવાર અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન

આજ રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય તિલાવત સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સર્પદંશ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વિવિધ શાળાઓમાં માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
આ અંતર્ગત ઝાલોદ અને લીમડી તાલુકા માં સ્કૂલ ખાતે આરબીએસકે (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ)ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સર્પદંશ અંગે મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સર્પદંશથી બચવાના ઉપાયો તેમજ સર્પદંશ થાય ત્યારે તાત્કાલિક શું કરવું અને શું ન કરવું તે અંગે વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે સર્પદંશની ઘટનામાં ગભરાયા વિના દર્દીને શક્ય તેટલી વહેલી તકે નજીકની સરકારી આરોગ્ય સંસ્થામાં લઈ જવો જોઈએ. દર્દીને ચાલવા ન દેવું, ડંખવાળા અંગને શક્ય તેટલું સ્થિર રાખવું અને યોગ્ય તબીબી સારવાર મેળવવી જરૂરી છે. તેમજ સર્પદંશના સ્થળે કાપો મૂકવો, ઝેર ચૂસવાનો પ્રયાસ કરવો, દોરો ખૂબ જ કસીને બાંધવો કે કોઈ ઘરગથ્થુ ઉપચાર કરવો નહીં તે અંગે ખાસ સમજ આપવામાં આવી હતી.
આરબીએસકે ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સર્પથી બચવા માટે ઘરની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવા, રાત્રિના સમયે બહાર નીકળતી વખતે યોગ્ય પ્રકાશનો ઉપયોગ કરવા અને પગમાં ચંપલ/જૂતા પહેરવા જેવી સાવચેતી રાખવા પણ અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમનો મુખ્ય હેતુ સર્પદંશ થાય ત્યારે અંધશ્રદ્ધા નહીં, પરંતુ સમયસર તબીબી સારવાર અંગે જાગૃતિ લાવવાનો હતો.
આ સમગ્ર કાર્યક્રમ ડૉ. ઉદય તિલાવત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી ,તાલુકા આરોગ્ય અધિકારી ભાભોર સાહેબ ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન અને માર્ગદર્શન

તમામ RBSK ટીમ દ્વારા ભાગ લેવા માં આવેલ
📲Get App