🔥 ट्रेंडिंग परिजनों द्वारा गुमशुदा व्यक्ति की तलाश... इंदौर के खुड़ैल थाना क्षेत्र में बहन क... આપણે ક્યારેય ઉસ્કેરાઇ જવું નહી એ આપણેજ... ಜಾಲಹಳ್ಳಿಯಲ್ಲಿ ಬರಕೋ ಪದ ಬರಕೋ ನಾಟಕಕ್ಕೆ ಪ್... ਜਪ੍ਹਊ ਜਿਨ੍ਹ ਅਰਜੁਨ ਦੇਵ ਗੁਰੂ ਫਿਰਿ ਸੰਕਟ ਜ... બનાસકાંઠા પોલીસ,SPની સૂચનાથી,બાળગૃહમાં...
07 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોડાસાના ડેપ્યુટી મામલતદાર બનીને ફરતા બોગસ અધિકારીને મણિનગરથી પોલીસે ઝડપી લીધો..
अपराध

મોડાસાના ડેપ્યુટી મામલતદાર બનીને ફરતા બોગસ અધિકારીને મણિનગરથી પોલીસે ઝડપી લીધો..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 21 सित. 2026, 09:15 PM 👁 84
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત સરકારમાં કોઈ હોદ્દો ન હોવા છતાં ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બનીને લોકોને છેતરપિંડી કરતો શખ્સ મણિનગરમાંથી પોલીસે ઝડપાવ્યો છે. આરોપી પાસેથી મોડાસાનું બોગસ આઈડી કાર્ડ જપ્ત કરાયું છે..

અમદાવાદના-:
મણિનગરના દક્ષિણી રેલવે ક્રોસિંગ પાસેથી પોલીસે એક બોગસ અધિકારીને ઝડપી પાડ્યો છે.આરોપીની ઓળખ કિરીટકુમાર અમીન ઉર્ફે કે.બી.અમીન તરીકે થઈ છે.પોલીસે આરોપી પાસેથી મોડાસાના ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું બોગસ આઈડી કાર્ડ મળી આવ્યું છે..

પોલીસના આરોપ મુજબ ગુજરાત સરકારમાં કોઈ પણ હોદ્દો ન હોવા છતાં આરોપી સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખ આપતો હતો.તે લોકોને આ ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરતો હોવાનું પોલીસે જણાવ્યું છે.આરોપી જયહિંદ ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને ફરતો હતો.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ બનાવટી પોલીસ બનીને ફરવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.હાલમાં પોલીસે આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App