🔥 TRENDING बिसवां में अटल बिहारी वाजपेयी बस स्टॉप... હારીજ એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન ક... Jharkhand JILCCE 2026 Recruitment Appl... JAC Class 10 & 12 Compartment Result 2... Jharkhand HC Names Retired Judge to Su... Kerala's Bhagyathara BT-72 Lottery Ann...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેડૂતને થતો અન્યાય

✍️ Reporter: Vijay Radiya 🗓 21 Sep 2026, 05:48 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાયાવદરના ખેડૂતોનું ટેકાના ભાવે ખરીદીમાં થતાં અન્યાય ને લઇ મુખ્યમંત્રીને લખ્યો પત્ર




રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ વગેરે જેવી જણસીઓની ખરીદી માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. આ પોટલ પર ફોર્મ ભરતી વખતે 'Agri Stack' (એગ્રી સ્ટેક) રજીસ્ટ્રેશન ફરજિયાત (Mandatory) કરવામાં આવ્યું છે.અમો ખેડૂતો સરકાર નાં ટેકાના ભાવે ખરીદીની નીતિને આવકારીએ છીએ, પરંતુ પોર્ટલની આ ટેક્નિકલ ખામીઓનો ભોગ સામાન્ય ખેડૂતે બનવું પડી રહ્યું છે. ગયા વર્ષે મગ ખરીદીની યોજનાથી વંચિત રહ્યા હતા.

ભાયાવદર શહેર માં ૩૧૦૦ સભાસદો સહકારી મંડળીના તે સીવાયના અન્ય કુલ મળી અંદાજિત ૫૦૦૦ થી વધુ ખેડૂત ખાતેદાર ધરાવતું ગામ છે જે પ્રશ્ન લઈ ખેડૂતો આજે હેરાન થઈ રહ્યા છે તેમાં ખેડૂતની કોઈ પણ ભૂમિકા/ભૂલ નથી માત્ર સરકાર ના નિયમો અને ટેકનિકલ સમસ્યા ના કારણે ખેડૂત ને એ પણ વિના વાકે ભોગ બનવું પડે છે. ગ્રામ્યવિસ્તારમાં ખેડૂતોના ફાર્મર રજીસ્ટેશન કાર્ડ નીકળી ગયેલ હોય ત્યાના ખેડૂતો ને સરકારના તમામ લાભ મળે છે. ભાયાવદર શહેર હોવાના ના કારણે ફાર્મર રજીસ્ટેશન થતું નથી માત્ર ભાયાવદર શહેરના ખેડૂતોને જો વગર વાકે અન્યાય થશે અને ખેડૂતનું રજીસ્ટેશન સમય મર્યાદામાં કરવામાં નહી આવે તો ખેડૂત ને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જેથી આપ સાહેબને ખેડૂત વતી નમ્ર વિનંતિ કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે જીલ્લા ખેતીવાળી અધિકારી ને આદેશ કરવામાં આવે કે તાત્કાલિક ભાયાવદર શહેર સમસ્યા દૂર કરી તમામ ખેડૂતનું ઓનલાઈન થાય અને બધા ગ્રામ્ય ખેડૂતોની જેમ ભાયાવદરના ખેડૂતોની પણ ઓનલાઈન થવી જોઈએ અને તમામ લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે.



૧. ભાયાવદર, ઉપલેટા, ધોરાજી સહિતના અસરગ્રસ્ત વિસ્તારો માટે ઓનલાઈન ખરીદી પોર્ટલમાંથી Agri Stack રજીસ્ટ્રેશનની કમ્પલસરી (ફરજિયાત) શરત તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે.

૨. ખેડૂતો અગાઉની જેમ સાદા / સામાન્ય ઓનલાઈન ફોર્મ દ્વારા (૭/૧૨, ૮-અ, આધાર કાર્ડ અને બેંક પાસબુકના આધારે) અરજી કરી શકે તેવી સરળ પ્રક્રિયા દાખલ કરવામાં આવે.

3. જ્યાં સુધી આ જોન વિભાજનની ક્ષતિઓ સુધારીને તમામ ખેડૂતોનું એગ્રી સ્ટેક રજીસ્ટ્રેશન પૂર્ણ ન થાય, ત્યાં સુધી વૈકલ્પિક ધોરણે જૂની પદ્ધતિથી ફોર્મ સ્વીકારવાની મંજૂરી આપવામાં આવે જેથી કોઈપણ ખેડૂત ટેકાના ભાવથી. વંચિત ન રહે.

આશા છે કે ખેડૂતોના આ ગંભીર પ્રશ્ન પ્રત્યે સંવેદનશીલતા દાખવી તાત્કાલિક યોગ્ય આદેશો આપશો. આ અરજી મુખ્યમંત્રી કૃષિ મંત્રી જિલ્લા ખેતીવાડી અધિકારી કલેકટર સાહેબને ભાયાવદર મંડળી દ્વારા રજૂઆત કરેલ છે




રિપોર્ટર વિજય રાડીયા ભાયાવદર
📲Get App