🔥 ट्रेंडिंग आगरा में बिजली चोरी पर 55 पर मुकदमा, ब... जामुई में उत्पीड़न मामले पर जेडी(यू) र... बीएसएफ ने नगर कीर्तन को रोका, ज़ीरो ला... दिल्ली सरकार ने बुरारी की सड़कों और ना... मिर्जापुर मोहल्ले में पुलिस ने हथियारो... बिहार ने 968 पुलिस थानों को CCTNS से ज...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

હિંમતનગરમાં પદયાત્રીઓને કારે ટક્કર, રોષે ભરાયેલા ટોળાએ વાહનને આગ ચાંપી

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 21 सित. 2026, 09:24 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક પદયાત્રીઓને કારે ટક્કર મારવામાં આવતા 5થી 7 લોકો અડફેટે આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. અકસ્માત બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ કારને રોકીને તેને આગ ચાંપી દીધી, જેના કારણે વાહન ભડકે બળી ગયું.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા દોલગઢ પાટિયા પાસે પદયાત્રીઓને એક કારે ટક્કર મારવાની ઘટના સર્જાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતમાં 5થી 7 પદયાત્રીઓ અડફેટે આવ્યા હોવાનું સામે આવ્યું છે.

અકસ્માતની ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિકો અને પદયાત્રીઓએ કારને રોકી હતી. ત્યારબાદ ટોળાએ કારને આગ ચાંપી દીધી, જેના કારણે કાર ભડકે બળી ગઈ હતી.

ફોરલેન હાઇવે પર પદયાત્રીઓની અવરજવર વચ્ચે વાહનચાલકોની બેફામ ઝડપને લઈને પણ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. અકસ્માત બાદ સર્જાયેલા આક્રોશથી સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
📲Get App