🔥 TRENDING મહીસાગર જિલ્લામાં પોલીસ અધિક્ષકની આગેવ... ભરૂચમાં ₹4.88 કરોડ ખર્ચે અદ્યતન મોડલ ફ... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેન્ડર મંજ... ભાવનગરમાં કેસરિ મિત્ર મંડળ દ્વારા આયોજ... ಕಾನಹೊಸಹಳ್ಳಿಯಲ್ಲಿ ಆಧಾರ್ ಕೇಂದ್ರ ಸ್ಥಗಿತ बिसवां में अटल बिहारी वाजपेयी बस स्टॉप...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી ખાતે વંચિત જૂથના ૭૦થી વધુ બાળકોને શૈક્ષણિક સહાય અને નાસ્તાનું વિતરણ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 21 Sep 2026, 09:25 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી ખાતે વંચિત જૂથના ૭૦થી વધુ બાળકોને શૈક્ષણિક સહાય અને નાસ્તાનું વિતરણ


અમરેલી ખાતે નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાના અધ્યક્ષસ્થાને વંચિત જૂથના ૭૦થી વધુ બાળકોને શૈક્ષણિક સહાય અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી. ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.વી. મિયાણી, કેરિયા નાગશ પ્રાથમિક શાળાના આચાર્ય રસિકભાઈ મહેતા, સુખનિવાસ પ્રાથમિક શાળાના તમામ સ્ટાફ, અમરેલી અને બાબરાના બી.આર.સી. તેમજ બી.આર.સી. કચેરીના સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી.

આ સેવાકીય પ્રવૃત્તિમાં પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ ધીરુભાઈ કોટડિયા, નીલકંઠ જ્વેલર્સના કેતનભાઈ તથા શેર એન્ડ કેર ફાઉન્ડેશન દ્વારા દાતા તરીકે સહયોગ આપવામાં આવ્યો હતો. આ પહેલનો હેતુ વંચિત બાળકોને શૈક્ષણિક સહાય પૂરી પાડી તેમના શિક્ષણ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
📲Get App