🔥 TRENDING Class 6 girl allegedly assaulted in Sa... Delhi Police dismantles APK-based cybe... 12 DTC employees detained for vandalis... Rajasthan S.I. Re-Exam Model Answer Ke... BJP sweeps Ajmer, Pali, Udaipur local... Three Accused Arrested in Online Inves...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મેઘરજ નગરમાં રામદેવજી મંદિરે પરિસરમાં ભક્તિ માહોલ

✍️ Reporter: જયંતિભાઈ ઓડ 🗓 21 Sep 2026, 12:54 PM 👁 22
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મેઘરજના પંચવટી વિસ્તારમાં ભાદરવા સુદ નોમ નિમિત્તે બાબા રામદેવજીના મંદિરે ભક્તિનો માહોલ

મેઘરજ નગરના પંચવટી વિસ્તારમાં આવેલા બાબા રામદેવજીના મંદિરે ભાદરવા સુદ નોમના પવિત્ર દિવસે ભક્તોએ મંદિરના શિખર પર નેજા ચઢાવી ધન્યતા અનુભવી હતી.

વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની અવરજવર જોવા મળી હતી.

આ પ્રસંગે માલપુરથી મેઘરજ સુધી ડીજેના તાલે નેજા સાથે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નેજા લઈને પગપાળા મેઘરજ ખાતે આવેલા રામાપીર મંદિર પહોંચ્યા હતા.

ડીજેના ભક્તિમય ગીતો અને ‘જય બાબા રામદેવ’ના જયઘોષથી સમગ્ર માર્ગ ભક્તિમય બન્યો હતો.
મેઘરજ પહોંચ્યા બાદ ભક્તોએ રામાપીરના દર્શન કરી નેજા અર્પણ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક આસ્થા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

રિપોર્ટર જયંતિભાઈ ઓડ
📲Get App