🔥 TRENDING 57-year-old dairy operator dies after... મહીસાગર જિલ્લામાં પોલીસ અધિક્ષકની આગેવ... ભરૂચમાં ₹4.88 કરોડ ખર્ચે અદ્યતન મોડલ ફ... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેન્ડર મંજ... ભાવનગરમાં કેસરિ મિત્ર મંડળ દ્વારા આયોજ... ಕಾನಹೊಸಹಳ್ಳಿಯಲ್ಲಿ ಆಧಾರ್ ಕೇಂದ್ರ ಸ್ಥಗಿತ
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તા.૨૧ સપ્ટેમ્બરના રોજ ખાંભાના મોટા બારમણ પ્રાથમિક શાળા ખાતે 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાશે: ૧૩ ગામોના લોકોને સ્થળ પર જ મળશે સરકારની વિવિધ સેવાઓનો લાભ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 21 Sep 2026, 09:22 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તા.૨૧ સપ્ટેમ્બરના રોજ ખાંભાના મોટા બારમણ પ્રાથમિક શાળા ખાતે 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાશે: ૧૩ ગામોના લોકોને સ્થળ પર જ મળશે સરકારની વિવિધ સેવાઓનો લાભ


અમરેલી તારીખ.૨૦ સપ્ટેમ્બર
નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓ પૂરી પાડતી લોકાભિમુખ પહેલ અન્વયે રાજ્ય સરકારની સરકારની "સેવા સેતુ" યોજના થકી નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ નજીકમાં જ મળી રહે છે. જેના અનુસંધાને ખાંભા તાલુકા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલ તા. ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે મોટા બારમણ પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય) કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં મોટા બારમણ, નાના બારમણ, ડેડાણ, રાયડી, મુંજીયાસર, રાણીંગપરા, જીવાપર, કાતરપરા, પાટી, નેસડી-૨, સમઢિયાળા-૨, ગોરાણા અને ભૂંડણી સહિત કુલ ૧૩ ગામોના નાગરિકોને સરકારની વિવિધ સેવાઓનો લાભ અને પ્રશ્નોનું નિરાકરણ સ્થળ પર જ મળશે.

આ કાર્યક્રમમાં મુખ્યત્વે આવક અને જાતિના દાખલા, રેશનકાર્ડમાં સુધારા અને E-KYC કામગીરી, આધારકાર્ડને લગતી સેવાઓ તથા PMJAY યોજના હેઠળ નોંધણી અને નિઃશુલ્ક હેલ્થ ચેકઅપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કૃષિ, પશુપાલન અને પંચાયત વિભાગની વિવિધ યોજનાઓ, બસ કન્સેશન પાસ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, જન્મ મરણ પ્રમાણપત્ર, નિરાધાર વૃદ્ધ સહાય, નવીન વારસાઈ અરજીઓ તેમજ વિનામૂલ્યે ૭/૧૨ અને ૮-અ ની નકલ મેળવવા જેવી સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. તાલુકા વહીવટી તંત્ર દ્વારા આ તમામ ગામોના જરૂરિયાતમંદ નાગરિકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઘરઆંગણે મળતી વહીવટી સેવાઓનો લાભ લેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે, તેમ તાલુકા વહીવટી તંત્ર, ખાંભાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App