🔥 ट्रेंडिंग തീക്കോയി, വാഗമൺ പ്രദേശങ്ങളിൽ ശക്തമായ മ... विकस नाडू ने मोदी को नया सलाम दिया, रा... बाय में कम दबाव वाला सिस्टम लाएगा बारि... राजकोट, बोटड़, अमरेली में 4 बजे तक ऑरे... पिता ने बेटे से कहा, 'यह काम नहीं है;... गुजरात बाढ़ के बाद बीमा कंपनियों ने प्...
20 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કોડ ફ્રીઝ કરવાના મુદ્દે ૨૧ દિવસથી ચાલતા આંદોલન બાદ હવે સોમવારથી ભૂખ હડતાળની ચેતવણી જમીન પર્યાવરણ અને સ્થાનિકોના હક માટે મોટી ભુજપુર| અને ઝરપરા સહિત મુન્દ્રા આસપાસના દરેક ગામમાં હવે જનસભાનું આયોજન કરી લડતને વધુ મોટી બનાવાશે રાજકીય આગેવાનોની એક થવા અપિલ

✍️ रिपोर्टर: Savan Vijay Solanki 🗓 20 सित. 2026, 06:46 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એક સમય હતો જ્યારે કચ્છમાં અદાણી પોર્ટ આવવાનુ| હતુ ત્યારે જમીનને લઇને મુન્દ્રાના અનેક ગામોએ મોટી લડતો કરી હતી. જો કે સમયાતરે યેનકેન પ્રકારે આ વિરોધ શાંત થતો ગયો જો કે દાયકાઓ બાદ ફરી અદાણી કંપની સામે મુન્દ્રામાં મોટો વિરોધ શરૂ થયો છે.અને તે વધુ ઉગ્ર બનતો જાય છે. એક તરફ અદાણી પાવર સામે કામદારો વિરોધમાં ઉતર્યા છે. ત્યા બીજી તરફ કોડ ફ્રીઝ કરવાના મુદ્દે એમટી કન્ટેનર યાર્ડ એસોશિયેશન દ્વારા લડતને વધુ ઉગ્ર બનાવાઇ રહી છે.છેલ્લા ૨૧ દિવસથી ચાલી રહેલા આંદોલન છતાં કોઈ ઉકેલ ન આવતા હવે સ્થાનોકો અને સંકળાયેલા લોકોએ ભૂખ હડતાળ પર બેસવાની તૈયારી| કરી છે. અને આવતીકાલે સોમવારથી છાવણી ખાતે ભુખ હળતાલ શરૂ થશે આ મુદ્દે લોકસમર્થન મેળવવા માટે વિવિધ ગામોમાં જનજાગૃત િ કાર્યક્રમો અને જનસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.આ આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે આજુબાજુના ગામોમાં જનજાગૃત િ કાર્યક્રમ| યોજવામાં આવી રહ્યા છેઃજેમાં ભુજપુર અને ઝરપરા ખાતે ખાસ સભાનુ આયોજન કરી લોકોને સમગ્ર મુદ્દાની વિગતો આપી જોડવા માટે જાગૃત કરાશે સ્થાનિકો અને ગ્રામજનોનો આક્ષેપ છે કે વિકાસના નામે લોકોની જમીન,પર્યાવરણ અને નેચરનો નાશ થઈ રહ્યો છેલોકોની જમીન,લોકોના હક,આ વિકાસ કે વિનાશ?” જેવા સવાલો

સાથે સ્થાનિકો પોતાની જમીન,પર્યાવરણ અને ભવિષ્યની સુરક્ષા માટે એકજૂથ થવા આહવાન કરાશે આ લડતમાં બહોળી સંખ્યામાં હાજરી આપવા માટે આસપાસના ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે. એક તરફ અદાણી| મક્કમ રીતે પોર્ટની અંદરજ કન્ટેનર યાર્ડ બનાવવા માટે મક્કમ છે. બીજી તરફ પાંચ હજાર લોકોની રોજગારી અને| અનેક ખેડુતોની કિંમતી જમીન અને ધંધો બંધ થઇ જતા નુકશાની માટે લડતને અંત સુધી લઇ જવાની તૈયારી કરી| રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આટલા દિવસોના આંદોલન અને આગામી ભૂખ હડતાળની તૈયારી બાદ| કંપની અને પ્રશાસન કોઈ સકારાત્મક ઉકેલ લાવે છે કે પછી આ લડત વધુ ઉગ્ર રૂપ ધારણ કરશે. આ વિરોધની ખાસ મહત્વની વાત એ છે કે રાજકારણને બાજુમાં રાખી કોગ્રેસ અને ભાજપના અગ્રણીઓ પર અદાણી સામેના આ વિરોધમાં ખુલ્લીને સામે આવ્યા છે. અને રાજકારણને બાજુમાં રાખી લડતમાં જોડાવા માટે સ્થાનિક લોકોને આહવાન કરી રહ્યા છે. આ મામલે મુખ્યમંત્રી સુધી/ રજુઆત પછી પણ કોઇ પરિણામ આવ્યુ નથી. પરંતુ| સ્થાનીક એસોશિયેશન સમગ્ર મામલે લડતના મુડમાં છે. સાથે ઉપવાસી છાવણીમાં ભાજપ-કોગ્રેસના નેતાઓ એક થઇ અદાણી સામે લડત કરી રહ્યા છે
📲Get App