Local
ખેડબ્રહ્મા પોલીસની શી ટીમની ઝડપી કામગીરીથી ખેડબ્રહમા મેળામાં ગુમ થયેલા બાળકો સુરક્ષિત મળી આવ્યા..
ખેડબ્રહમા અંબાજી મેળામાં ગુમ થયેલા નાનકડા દીકરા અને એક બાળકીની શોધમાં શી ટીમે ઝડપી કાર્યવાહી કરી, બંને બાળકોને તેમના પરિવાર સાથે સુરક્ષિત રીતે મળાવ્યા..
સાબરકાંઠામાં-:
19/09/2026 ના રોજ ખેડબ્રહમા અંબાજી મેળામાં પદયાત્રી બંદોબસ્ત માટે શી ટીમ હાજર હતી.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અન્ય અધિકારીઓની સૂચનાથી શી ટીમે ભીડમાં સુરક્ષા વ્યવસ્થા કરી.
મંદીર પરિસરમાં ભીડમાં ગુમ થયેલા નાનકડા દીકરા નીરવ (ઉ.વ.૫) ને શોધવામાં શી ટીમે ત્વરીત તપાસ શરૂ કરી. બાળકને મંદિરની ભીડમાં એકલો ઉભેલો મળી અને તેના પિતાને સોપવામાં આવ્યો.બસ સ્ટેન્ડ પર એકલી બેઠેલી 15 વર્ષીય બાળકી કલ્પના (ઉ.વ.૧૫) ને શી ટીમે શોધી. તેણીનું નામ, રહેઠાણ અને ફોઈ-મામા વિશે પૂછપરછ કરીને, પરિવાર સાથે સંપર્ક કરી અને બાળકને સુરક્ષિત રીતે સોપવામાં આવ્યો..
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ. વસૈયા, અનાર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુનીલભાઇ કાન્તીભાઇ, વુમન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નુતાબેન અરવિદભાઈ વગેરે અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રશંસનીય કામગીરી કરી.શી ટીમની ઝડપી અને સંકલિત કામગીરીથી ખેડબ્રહમા મેળામાં ગુમ થયેલા બાળકોને સુરક્ષિત રીતે તેમના પરિવાર સાથે મળાવ્યા, જે સ્થાનિક સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતાનું ઉદાહરણ છે.