🔥 TRENDING ਦਿਵਾਲੀ ਅਤੇ ਬੰਦੀ ਛੋੜ ਦਿਵਸ ਦੀਆਂ ਲੱਖ ਲੱਖ... ভূত চতুর্দশীর রহস্য! ১৪ প্রদীপ, ১৪ শাক... Hyderabad Police Survey New One‑Way Ro... Telangana woman disappears after stepp... Vega Jewellers Opens New Showroom in D... Delhi Police Commissioner Anurag Kumar...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામ નગરપાલિકાના ૨૧૦ કર્મચારીઓને દિવાળીની ભેટ આપી સન્માનિત કર્યા પાંચ વર્ષથી દિવાળીના પર્વે શ્રમયોગીઓ સાથે ખુશીઓ વહેંચવાની પરંપરા જાળવી રાખી

✍️ Reporter: Gilani Asikali 🗓 07 Nov 2026, 10:13 PM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિવાળીના પાવન પર્વ નિમિત્તે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા વિરમગામ નગરપાલિકાના કર્મચારીઓ અને સફાઈ કર્મયોગીઓનું સન્માન કરી દિવાળીની ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના કુલ ૨૧૦ કર્મચારીઓને સાડી અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સતત દિવાળીના પર્વ નિમિત્તે શ્રમયોગીઓ સાથે ખુશીઓ વહેંચી તેમને સન્માનિત કરવાની સરાહનીય પરંપરા જાળવી રાખવામાં આવી છે.
આ પ્રસંગે ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, શહેરની સ્વચ્છતા, સુવિધા અને સુચારુ વ્યવસ્થા જાળવવામાં નગરપાલિકાના કર્મચારીઓ તથા સફાઈ કર્મયોગીઓનું યોગદાન અમૂલ્ય છે. તેઓ દિવસ-રાત નિષ્ઠા અને સેવાભાવથી પોતાની ફરજ બજાવે છે. તેમના પરિશ્રમ અને સમર્પણને બિરદાવવા તેમજ દિવાળીના પર્વની ખુશીઓ તેમની સાથે વહેંચવાના હેતુથી આ એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ રીતે દિવાળીના પાવન પર્વે શ્રમયોગીઓનું સન્માન કરી ધારાસભ્ય હાર્દિક પટેલે સામાજિક સંવેદના અને કર્મયોગીઓ પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App