સાંસદશ્રી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ
અરવલ્લી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદશ્રી શોભનાબેન બારૈયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (DISHA) બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેકટરશ્રી મિલિન્દ બાપના , જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેક જૈન સહિત ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીશ્રીઓ સાથે સાંસદશ્રીએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામા આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. ઉપરાંત અરવલ્લી જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા થઇ રહેલ યોજનાકીય કામગીરી અને તેમના અમલીકરણની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં પીએમ પોષણ યોજના , દૂધ સંજીવની યોજના, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, પીએમ ઉજ્જવલા યોજના, ડિજિટલ ઈન્ડિયા, પીએમ ખનિજક્ષેત્ર કલ્યાણ યોજના, જલ જીવન મિશન,પરિવહન યોજના, પીએમ ગ્રામ સડક યોજના, સમગ્ર શિક્ષા, નેશનલ હેલ્થ મિશન, પીએમ જન આરોગ્ય યોજના, પીએમ માતૃવંદના યોજના, મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ, બેટી બચાવો બેટી પઢાઓ,સખી વન સ્ટોપ સેન્ટર, બાળસુરક્ષા, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, સોઇલ હેલ્થ કાર્ડ, આત્મા, નેશનલ લાઇવસ્ટોક મિશન, પ્રી-મેટ્રિક સ્કોલરશિપ, સુગમ્ય ભારત અભિયાન, વૃદ્ધ સહાય યોજના, ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજના, સ્વામિત્વ કાર્ડ, પીએમ સ્વનિધિ, પીએમ આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, અટલ પેન્શન યોજના,પીએમ જનધન યોજના ,ઈ શ્રમ પોર્ટલ, પીએમ કૃષિ સિંચાઈ યોજના, RSETI, સારથી અને વાહન પોર્ટલ, પીએમ મત્સ્ય સંપદા યોજના, નેશનલ ક્લીન એર પ્રોગ્રામ, , આધાર સેન્ટર, પીએમ કુસુમ યોજના, VB-G RAM-G, પંડિત દીનદયાળ અંત્યોદય યોજના, નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, જેવી વિવિધ યોજનાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં સાંસદશ્રી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, વિભાગો દ્વારા આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવે જેથી કરીને જીલ્લામાં વિકાસના કાર્યોને વેગ મળે અને વિવિધ યોજનાઓથી વધુમાં વધુ લોકો માહિતગાર થાય અને છેવાડાના માનવીને પણ આ યોજનાઓનો લાભ મળે તે દિશામાં આયોજન હાથ ધરવા સાંસદશ્રીએ સૂચન કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મયુર પટેલ , મોડાસા ધારાસભ્યશ્રી ભીખુસિંહ પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સહિત ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યશ્રીઓ, આગેવાનશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.