🔥 TRENDING વસ્ત્રાલમાં ગણપતિ દાદાની આરતી માટે ભક્... સંદીપ પટેલની નવી ફિલ્મ ‘ચટણી’નું પ્રીમ... રાપરમાં બસ સ્ટેશન પાસેના વ્યસ્ત જાહેર... સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં પદયાત્... અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસ... "સે વાસંકલ્પ અભિયાન" અંતર્ગત અમરેલીમાં...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મેઘરાજાએ ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકાઓમાં વરસાદ, મોરબીમાં ૫.૧૬ ઇંચથી વધુ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 19 Sep 2026, 08:42 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

છેલ્લા ૨૪ કલાકમાં મેઘરાજાએ ગુજરાતના ૧૫૦ તાલુકાઓમાં વરસાદ વરસાવ્યો, જેમાં મોરબીના માળીયા તાલુકામાં ૫.૧૬ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને રાજ્યના મધ્ય અને કચ્છ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જારી થયું.

છેલ્લા ૨૪ કલાકમાં મેઘરાજાએ ગુજરાતના ૧૫૦ તાલુકાઓમાં વરસાદ વરસાવ્યો, જેમાં મોરબીના માળીયા તાલુકામાં ૫.૧૬ ઇંચ (૧૩૧ મિમી) થી વધુ વરસાદ ખાબક્યો અને રાજ્યમાં ઠંડુગાર વાતાવરણ સર્જાયું.

મોરબીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે જામનગર, ભરૂચ, સાણંદ, રાણપુર, લુણાવાડા, છોટા ઉદેપુર અને માંડવી જેવા ૧૪૩ થી ૧૫૦ ક્રમાંકના તાલુકાઓમાં માત્ર ૧ મિમી (૦.૦૪ ઇંચ) જેટલો હળવો વરસાદ થયો.

મધ્ય અને કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પ્રતિ કલાક ૫ થી ૧૫ મિમી મધ્યમ વરસાદ, ૩૦ થી ૬૦ ટકા વીજળી પડવાની સંભાવના અને તેજ પવનની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ અને સામાન્ય થંડરસ્ટોમ માટે યેલો એલર્ટ જારી થયું છે. જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર, સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા એ નગર હવેલીમાં પ્રતિ કલાક ૫ મિમીથી ઓછો હળવો વરસાદ, ૪૦ કિમીથી ઓછી ઝડપે પવન અને ૩૦ ટકાથી ઓછી વીજળી પડવાની સંભાવના છે.
📲Get App