🔥 TRENDING Delhi's Air Quality Plummets to 'Very... Delhi Public Grievance Hearing Conduct... CM Dr Mohan Yadav inspects ₹126.96 cr... MP MLA’s government house scandal: Cou... ਪੰਜਾਬ ''ਚ ਵੱਡੀ ਸਿਆਸੀ ਹਲਚਲ: 13 ਤਾਰੀਖ਼ ਨ... जालना शेतकरी दुहेरी संकटात: खरीप पिकां...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિસાવદર 112 જનરક્ષક ટીમે વિદ્યાર્થીની ઓની મદદથી યુવકને ધરપકડ કરી
Local

વિસાવદર 112 જનરક્ષક ટીમે વિદ્યાર્થીની ઓની મદદથી યુવકને ધરપકડ કરી

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 19 Sep 2026, 09:14 AM 👁 79
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિસાવદર બસ સ્ટેન્ડ પર બે વિદ્યાર્થીની ઓની ફરિયાદ પર પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ વિરડા અને 112 જનરક્ષક ટીમે કાલસારી ગામના બે યુવકોને ધરપકડ કરી, જેનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો હતો.

વિસાવદર બસ સ્ટેન્ડ પર આજે બે વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરી કે કોઈ યુવકે તેમનો વિડિયો ઉતારીને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યો છે, જેના કારણે સ્કૂલની શિક્ષિકાએ તેમને ઠપકો આપ્યો. વિદ્યાર્થીની ઓએ જણાવ્યું કે વિડિયો ડિલીટ ન થાય અને યુવક માફી ન માગે ત્યાં સુધી તેઓ ઘરે જવાની ના પાડશે.

પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ વિરડા અને 112 જનરક્ષક ટીમના સભ્યો, PI H.V. Patel ના માર્ગદર્શન હેઠળ, તરત જ ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે યુવકની ઇન્સ્ટાગ્રામ આઇડી તપાસી અને ટુ-વ્હીલર સાથેની તસવીર પરથી નંબર પ્લેટ મેળવી, જેનાથી તપાસ આગળ વધી.

વિસાવદરના કાલસારી ગામમાંથી બંને યુવકોને ગણતરીની મિનિટોમાં જ ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા, જ્યાં આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી.

વિદ્યાર્થીઓ અને તેમના પરિવારે 112 જનરક્ષક ટીમની તાત્કાલિક કાર્યવાહી માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને વિદ્યાર્થીઓને રાહતનો શ્વાસ મળ્યો.
📲Get App