अपराध
રાજકોટમાં ગેરકાયદેસર ઘી મિશ્રણ પર પોલીસનો દરોડો
રાજકોટ શહેરમાં 'વોલ્ગા ઘી ડેપો' દુકાનમાં સોયાબીન ઓઈલ અને વનસ્પતિ ઘી ભેળસેળવાળું ઘી વેચાતું હોવાનું જાણવા મળ્યું, જેના કારણે પોલીસે 15 કિલોના છ ટીન જથ્થો કબજે કર્યો.
રાજકોટ શહેર પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર કાઈમ અને ઈન્ચાર્જ ડીસીપીના માર્ગદર્શન હેઠળ, પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કેવડાવાડી મેઈન રોડ પર 'વોલ્ગા ઘી ડેપો' દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી.
દુકાનના માલિક કેવલભાઈ દ્વારા સોયાબીન ઓઈલ, વનસ્પતિ ઘી અને દૂધની બનાવટના ઘીમાં ભેળસેળ કરીને અલગ-અલગ ડબ્બાઓમાં પેક કરી ગ્રાહકોને વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળી. તપાસમાં 15 કિલોના છ ટીન ઘી કબજે થયા, જેમાં કેટલાક ટીન પર 'ગાયનું ઘી' અને 'માખણનું ઘી' તરીકે લેબલ લગાવવામાં આવ્યા હતા.
કબજે કરાયેલા ઘીના અંદાજિત મૂલ્ય ₹6,000, ₹7,200, ₹6,000, ₹7,200, ₹9,000 અને ₹10,500 હતું. પોલીસએ સ્થળ પર જ સેમ્પલિંગ કરાવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
હવે કબજે કરાયેલા ઘીના સેમ્પલનું પરીક્ષણ ચાલુ છે, અને પરિણામ મુજબ ભેળસેળ છે કે નહીં તે અંગે વધુ સ્પષ્ટતા થશે. પોલીસ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખશે.