🔥 TRENDING Supreme Court reprimands Manipur over... Manipur BJP Holds 'Ashirwad Ka Diya' C... Manipur CM Holds High-Level Review of... Meghalaya Government Promises Action a... Kharbuki Brothers Reach U-19 Boys Quar... Meghalaya filmmaker Dominic Sangma rep...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

"શિક્ષકનું કામ બાળકને ભણાવવાનું છે કે મોબાઇલમાં આંકડા અપલોડ કરવાનું?’ - આ સવાલ હાલ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા હજારો શિક્ષકોના મનમા

✍️ Reporter: Dhaval Maheta 🗓 18 Sep 2026, 06:58 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાંની સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા દરરોજ બહાર પાડવામાં આવતા નવા-નવા પરિપત્રો, ઓનલાઈન એન્ટ્રીઓના અંબાર અને કડક સમયમર્યાદાના દબાણે શિક્ષકોની ઊંઘ ઉડાડી દીધી છે.

"શિક્ષકનું કામ બાળકને ભણાવવાનું છે કે મોબાઇલમાં આંકડા અપલોડ કરવાનું?’ - આ સવાલ હાલ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા હજારો શિક્ષકોના મનમાં ઘૂમરાઈ રહ્યો छे.

નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાંની સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા દરરોજ બહાર પાડવામાં આવતા નવા-નવા પરિપત્રો, ઓનલાઈન એન્ટ્રીઓના અંબાર અને કડક સમયમર્યાદાના દબાણે શિક્ષકોની ઊંઘ ઉડાડી દીધી છે. શિક્ષકો હવે ચોક-ડસ્ટર છોડીને આખો દિવસ સ્માર્ટફોન અને લેપટોપ સામે સ્ક્રીન ટાઈમિંગ વધારવા મજબૂર બન્યા છે.

શાળાનું સત્ર શરૂ થતાં જ UDISE, APAAR, દૈનિક ઓનલાઈન હાજરી, મધ્યાહન ભોજન, શિષ્યવૃત્તિ, બેઝલાઈન એસેસમેન્ટ તેમજ વિવિધ તાલીમો સહિત 22થી વધુ પોર્ટલ પર રોજબરોજ ડેટા એન્ટ્રી કરવાનો બોજ શિક્ષકો પર નાખી દેવાયો છે. એમાં પણ "આજે જ સાંજે 5 વાગ્યા સુધીમાં કામ પૂરું કરો’ જેવા કડક આદેશો અને અધિકારીઓના માનસિક દબાણને કારણે શિક્ષકો અતિશય તણાવ અનુભવી રહ્યા છે.

કાગળ પર ડિજિટલ ગુજરાતનું સપનું, પણ ગ્રાઉન્ડ લેવલે શિક્ષણનો ‘ફિયાસ્કો’
📲Get App