🔥 TRENDING મેઘરાજાનું આગમન: વિરમપુર ગામમાં 18 સપ્... રાજકોટમાં અમદાવાદ હાઈવે પર માલિયાસણ પા... Gujarat Monsoon Persists: Rain Likely... Karnataka High Court Imprisons Advocat... Karnataka PGCET 2026 Counselling Sched... Karnataka approves ‘Er’ for engineers...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વાંદરાને લઈને થયેલી બોલાચાલી બાદ મારામારી વિરમગામ ટાઉન પોલીસ મથકે બંને પક્ષે ફરિયાદ નોંધાઈ

✍️ Reporter: Gilani Asikali 🗓 18 Sep 2026, 09:15 AM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ તાલુકાના નાનીકુમાદ ગામ ખાતે વાંદરાને લઈને થયેલી બોલાચાલી બાદ બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસ મથકે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, વિક્રમભાઈ વિઠ્ઠલભાઈ ઠાકોરના ઘરે વાંદરો આવીને વાસણો પાડી જતો રહ્યો હતો. આ દરમિયાન વિક્રમભાઈના માતા અને આરોપીઓ વચ્ચે વાસણો પાડી નાખવા ની બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બોલાચાલી ઉગ્ર બનતા આરોપીઓએ લાકડીઓ તથા ધોકા વડે માર માર્યો હોવાનો તેમજ ગાળો આપી ઈજાઓ પહોંચાડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગે વિક્રમભાઈ વિઠ્ઠલભાઈ ઠાકોરની ફરિયાદના આધારે કાલીસ મહેશભાઈ ઠાકોર અને મહેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર, બંને રહે. નાનીકુમાદ, વિરમગામ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
બીજી તરફ, કંચનબેન મહેશભાઈ ઠાકોરની ફરિયાદ મુજબ તેમનો વાંદરો આરોપીના ઘરે જતો રહ્યો હતો. તે દરમિયાન આરોપીની માતા સાથે ઠપકો આપવા બાબતે બોલાચાલી થઈ હતી અને બાદમાં ઝઘડો થયો હતો. આ સમયે જેઠાણી કોકિલાબેન વચ્ચે છોડાવવા પડતાં આરોપીએ હાથમાં ધોકો લઈને કોકિલાબેનને માથાના ભાગે તેમજ તેમના દીકરાને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ અંગે કંચનબેન મહેશભાઈ ઠાકોરની ફરિયાદના આધારે વિક્રમભાઈ વિઠ્ઠલભાઈ ઠાકોર અને વિઠ્ઠલભાઈ વિશાજી ઠાકોર, બંને રહે. નાનીકુમાદ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.વિરમગામ રૂરલ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App