🔥 ट्रेंडिंग કિલ્લા પારડીમાં રોડ પર ઢોરોનો ત્રાસ યથ... ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્... बरहरवा प्रखंड कार्यालय में 18 सितंबर क... तमिलनाडु पीडब्ल्यूडी ने भ्रष्टाचार रोक... भाजपा ने शुरू की 'नशा मुक्त पंजाब यात्... श्याम लाल कॉलेज के बाहर छात्रों की नार...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, મુખ્ય માર્ગો પર ઘૂંટણ સમાન પાણી ભરાયા - જનજીવન અસ્તવ્યસ્ત

✍️ रिपोर्टर: Mehul sinh jadeja 🗓 18 सित. 2026, 11:44 AM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, મુખ્ય માર્ગો પર ઘૂંટણ સમાન પાણી ભરાયા - જનજીવન અસ્તવ્યસ્ત
સાંતલપુર પંથકમાં છેલ્લા 24 કલાકથી અવિરત પડી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર સાંતલપુર માં જળબંબાકાર થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારો સહિત મુખ્ય બજાર અને મુખ્ય માર્ગો પર ઘૂંટણથી ઉપર સુધી પાણી ભરાઈ જતા જનજીવન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું છે.
રસ્તા બન્યા તળાવ
તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સાંતલપુરનો મુખ્ય રોડ જાણે તળાવમાં ફેરવાઈ ગયો હોય. દુકાનોના શટર બંધ છે અને આખો રસ્તો 2 થી 3 ફૂટ પાણીમાં ગરકાવ છે. એક વ્યક્તિ ઘૂંટણ સમાન પાણીમાં ચાલીને પસાર થઈ રહ્યો છે, જેના પરથી પાણીની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
લોકોને ભારે હાલાકી
ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. નોકરિયાત વર્ગ અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલથી દુકાનો બંધ હોવાથી વેપારીઓને પણ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ઠેર ઠેર કચરો અને ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
સતત વરસાદને પગલે સ્થાનિક તંત્ર અને નગરપાલિકાની ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
📲Get App