स्थानीय
હિંમતનગર નગરપાલિકા દ્વારા વરસાદી પાણીની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ..
આજે 18 સપ્ટેમ્બર 2026ના રોજ હિંમતનગર નગરપાલિકાએ શહેરમાં પાણી ભરાવાની સમસ્યાઓ, રસ્તાઓ પર વરસાદી પાણીનું નિકાલ અને ગટર લાઇનની સફાઈ જેવી કામગીરી ત્વરિત રીતે પૂર્ણ કરી..
સાબરકાંઠામાં-:
આજે 18 સપ્ટેમ્બર 2026ના રોજ હિંમતનગર નગરપાલિકાની ટીમે શહેરની વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર સતત કાર્ય કર્યું.શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ, રસ્તાઓ ઉપરથી વરસાદી પાણીના નિકાલની કામગીરી તેમજ ગટર લાઇનની સફાઈ જેવી કામગીરી ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવી હતી..
નાગરિકો પાસેથી પ્રાપ્ત થયેલ ફરિયાદોને પ્રાથમિકતા આપી સ્થળ પર તાત્કાલિક મુલાકાત લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.વરસાદી પરિસ્થિતિમાં પણ ટીમ હિંમતનગર નગરપાલિકા દ્વારા કરાયેલ આ કામગીરી શહેર પ્રત્યેની જવાબદારી અને જનસેવાના ભાવને પ્રતિબિંબિત કરે છે. નાગરિકોના સહકાર સાથે શહેરને સ્વચ્છ,સુરક્ષિત અને સુવ્યવસ્થિત રાખવા માટે નગરપાલિકા સતત પ્રતિબદ્ધ છે.