🔥 TRENDING Uttar Pradesh woman murdered in newly... Fact-check: Kerala Congress' ₹146 UPI... Kerala to back new medical device park... Congress Criticises Adani in Delhi, Ke... बीदर में मूसलाधार बारिश से तापमान घटा,... રાપરના નાની રવના ખૂન કેસ: 2 મિત્રોને 7...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહુવાના ખરવણ ગામમાં વડાપ્રધાનના જન્મદિને રોશની: ડૉ. કૃતિબેન અને સ્ટાફ સહિત ગ્રામજનોએ પ્રગટાવ્યા દીવડા

✍️ Reporter: Dhaval Maheta 🗓 17 Sep 2026, 09:30 PM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહુવાના ખરવણ PHC ખાતે ડૉ. કૃતિબેન, સ્ટાફ અને ગ્રામજનોએ દીવા પ્રગટાવી PM મોદીના જન્મદિવસની ઉજવણી કરી.

આ દ્રશ્યો છે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા ખરવણ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના. જ્યાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય અને લાગણીસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએચસી કેન્દ્ર ખાતે સમગ્ર પરિસરને દીવડાઓના પ્રકાશથી ઝળહળતું કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના જન્મદિને ગામના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.આ વિશેષ પ્રસંગે ખરવણ ગામના વડીલો, ગ્રામજનો તેમજ નાનાં-નાનાં ભૂલકાંઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળીને દીવા પ્રગટાવ્યા હતા. આ તકે ખરવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર કૃતિબેન સહિતના તમામ તબીબી અને પેરામેડિકલ સ્ટાફે હાજર રહીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.આમ, મહુવાના ખરવણ ગામના લોકો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ વડાપ્રધાન પ્રત્યે પોતાનો આદર અને પ્રેમ વ્યક્ત કરીને આ દિવસને યાદગાર બનાવ્યો હતો.
📲Get App