🔥 TRENDING 108 NICU એમ્બ્યુલન્સે બચાવ્યો નવજાતનો... PM Modi Charts Path to a 'New India' w... Assam Boosts Pygmy Hog Numbers from 6... Jharkhand, Australia Explore Cooperati... Jharkhand Prepares for Four-Day Rain a... Central University of Jharkhand Opens...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જાફરાબાદમાં માછીમારી ટોકન બંધ, બોટો પરત બોલાવવાની કડક સૂચના

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 17 Sep 2026, 01:40 PM 👁 8
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હવામાન વિભાગની ચેતવણીને કારણે જાફરાબાદમાં 14/09/2026 થી 5 દિવસ માટે માછીમારી ટોકન બંધ અને તમામ બોટો પરત બોલાવવાની કડક સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ, અમદાવાદ અને વડી કચેરી ગાંધીનગરની સૂચનાઓ અનુસાર, જાફરાબાદમાં દરિયામાં ઊંચા મોજા અને 41 કિ.મી./કલાક થી 61 કિ.મી./કલાકની પવન ગતિની સંભાવના સાથે દરિયો ગાંડોતૂર બનવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને 14 સપ્ટેમ્બર 2026 થી આગામી પાંચ દિવસ માટે માછીમારી ટોકન બંધ કરવામાં આવ્યા છે.

આ સમયગાળા દરમિયાન બોટ માલિકોને સૂચના ન મળે ત્યાં સુધી માછીમારી ટોકન જારી કરવામાં આવશે નહીં અને તમામ માછીમારી બોટોને તાત્કાલિક અસરથી બંદર પર પરત બોલાવવા કડક આદેશ આપવામાં આવ્યો છે.

આગામી સૂચના ન મળે ત્યાં સુધી કોઈ પણ માછીમારે દરિયામાં માછીમારી કરવા જવું નહીં. હાલ દરિયામાં ગયેલી તમામ બોટોને સુરક્ષિત રીતે નજીકના બંદર પર પાર્ક કરવાની સૂચના આપવામાં આવી છે.

જિલ્લાના તમામ બોટ માલિકો અને માછીમારોને આ સૂચનાઓનું ચુસ્તપણે અને તાત્કાલિક અમલ કરવા જણાવવામાં આવે છે. અહેવાલ હસમુખભાઇ સાંગાણી દ્વારા આપવામાં આવ્યો છે.
📲Get App