🔥 ट्रेंडिंग ફતેપુરામાં યસસ્વી વડાપ્રધાનના જન્મદિવસ... 2,500 Illegal PG Shops Uncovered in Ba... UPI नियमों के बदलाव से व्यापारियों में... BESCOM posts ₹293.62 crore profit desp... विश्वकर्मा पूजा में माँ पथरखणी की विशे... Ai
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતના ડિંડોલી વિસ્તારમાં મકાન દલાલી અને વેપાર સાથે સંકળાયેલા ત્રણ રાજસ્થાની ઈસમો શોર્ટ કટમાં પૈસા કમાવવાની લાલચે અફીણના કાળા કારોબારમાં ઉતર

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 17 सित. 2026, 06:12 PM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

1.698 કિલો અફીણ સાથે રંગેહાથ ઝડપાયા ઉમિયાધામ સોસાયટીની બાજુમાં દેલાડવા ગામ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ત્રણેય આરોપીને 1698 ગ્રામ (1.698 કિલોગ્રામ) પ્ર

સુરતના ડિંડોલી વિસ્તારમાં મકાન દલાલી અને વેપાર સાથે સંકળાયેલા ત્રણ રાજસ્થાની ઈસમો શોર્ટ કટમાં પૈસા કમાવવાની લાલચે અફીણના કાળા કારોબારમાં ઉતરી પડ્યા હતા. મુખ્ય આરોપી 51 વર્ષીય ભેરારામ માધારામ બિશ્નોઇ, જે મૂળ રાજસ્થાનના ઝાલોરનો વતની છે અને હાલ ડિંડોલીની ખોડીયાર રેસીડેન્સીમાં રહે છે, તે અગાઉ પણ ડ્રગ્સના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. તેની સાથે વેપાર કરતો 39 વર્ષીય મહેન્દ્રસિંહ રાજપૂત અને 42 વર્ષીય દલાલ રૂગારામ જાટ પણ આ નેટવર્કમાં સામેલ હતા. આ ત્રણેય આરોપીઓ બહારથી સામાન્ય વ્યવસાય કરતા હોવાનો દેખાવ કરી અંદરખાને સુરતમાં નશાનું ઝેર ઘોળી રહ્યા હતા.

1.698 કિલો અફીણ સાથે રંગેહાથ ઝડપાયા ઉમિયાધામ સોસાયટીની બાજુમાં દેલાડવા ગામ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ત્રણેય આરોપીને 1698 ગ્રામ (1.698 કિલોગ્રામ) પ્રતિબંધિત અફીણના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા અફીણની બજાર કિંમત અંદાજે 8,49,000 રૂપિયા જેટલી થાય છે. આરોપીઓ આ જથ્થો કોઈ વોન્ટેડ શખ્સ પાસેથી લાવીને ડિંડોલી અને આસપાસના વિસ્તારોમાં છૂટક ગ્રાહકોને ચોરી છૂપીથી વેચવાની ફિરાકમાં હતા.
📲Get App