🔥 TRENDING जमीन धंसने से ट्रक नाले में गिरा, सुवि... विष्वकर्मा पूजा का भव्य आयोजन Gippy Grewal Blasts Canadian Airline O... Punjab & Haryana High Court says fathe... Assam CM Reports 12 Illegal Infiltrato... Thousands Rally as BJP's Debashish Sha...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બુધવારે મધ્યરાત્રે કામરેજની દુકાનોમાંથી ચોરી, તસ્કરોને શટર તોડી સામાન ઉઠાવ્યો

✍️ Reporter: Dhaval Maheta 🗓 17 Sep 2026, 09:42 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બુધવારે મધ્યરાત્રે કામરેજની જય અંબે રેસી.સામેની બે દુકાનોમાંથી તસ્કરો દ્વારા ચોરી, શટર અને તાળા તોડી અંદર રહેલો સામાન ઉઠાવવામાં આવ્યો.

બુધવારે મધ્યરાત્રે કામરેજથી બારડોલી તરફ જતા એક્સપ્રેસ વે નજીક આવેલી જય અંબે રેસી.સામેની બે દુકાનના શટર અને તાળા તોડી તસ્કરે નિશાન બનાવી ખેદાન મેદાન કરી નાંખી અંદર રહેલો સામાન ઉઠાવી ગયા હતા.

દિગસમાં રહેતા આકાશ ઉક્કડભાઈ રાઠોડ તેમજ નારણભાઇ રવજીભાઈ આહીર દિગસની જય અંબે રેસી.સામે મુખ્ય રોડ નજીક દુકાન ચલાવી રોજી રોટી મેળવે છે.

બુધવારે મધ્ય રાત્રીએ અજાણ્યા તસ્કરે બંને દુકાનના શટર અને તાળા તોડી અંદર રહેલા ચોકલેટ, બિસ્કિટ, સિગારેટ, કોલડ્રિન્ક સહિતનો સામાન ઉઠાવી ગયા હતા. ઘટનાને પગલે ભોગ બનેલ બંને દુકાન દારે કામરેજ પોલીસ મથકે લેખિતમાં જાણ કરી હતી.
📲Get App