🔥 ट्रेंडिंग સુરતના ઓલપાડમાં અમીષ પટેલની શંકાસ્પદ હ... जालना जिल्ह्याच्या भोकरदन तालुक्यात 13... વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર... સુરતમાં નેશનલ હાઈવે 48 પર પેટ્રોલ‑ડીઝલ... મોદીજીના જન્મદિવસે માંડવીમાં 2500 દીવડ... વિરમગામ નગરપાલિકા દ્વારા સંકલ્પ અભિયાન...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે મઘાનીસર ગામે ધાર્મિક કાર્યક્રમ યોજાયો

✍️ रिपोर्टर: Pankaj Pandit 🗓 17 सित. 2026, 09:14 PM 👁 75
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે મઘાનીસર ગામે ધાર્મિક કાર્યક્રમ યોજાયો

મઘાનીસર ગામે હનુમાનજીના મંદિરે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય ચેરમેન શ્રીમતી ડામોર સુમનબેન મુકેશભાઈ, પૂર્વ પાર્ટી પ્રમુખ સાહેબશ્રી ડામોર મુકેશભાઈ, મહુડી તાલુકા સભ્યશ્રી, તાલુકા કૌસાધ્ય શ્રી સુવર પારુભાઈ, ઘેસવા સરપંચ શ્રીમતી ડામોર રિંકુબેન સહિત ચૂંટાયેલા સભ્યશ્રીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસને અનોખી રીતે ઉજવતા ૭૬ દીપ પ્રગટાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત સૌએ શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬ ફોટાવાળા પોસ્ટરની આરતી ઉતારી હતી. ત્યારબાદ હનુમાનજીના મંદિરે ભજન-કીર્તન તથા ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.

ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ, સુખ-સમૃદ્ધિ અને દેશસેવાના કાર્યો માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
📲Get App