પંકજ પી. અગ્રવાલ બન્યા ઝાલોદ કેળવણી મંડળના નવા પ્રમુખ

સર્વસંમતિથી નવી કારોબારીની રચના : પાર્થ પટેલ ઉપપ્રમુખ, કેતન પટેલ મંત્રી અને અનિલ આર. પંચાલ સહમંત્રી બન્યા
ઝાલોદ તાલુકાની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા ગણાતા કેળવણી મંડળમાં નવા કાર્યકાળ માટે નવી કારોબારીની રચના કરવામાં આવી છે. કેળવણી મંડળ હોલ ખાતે યોજાયેલી કારોબારી બેઠકમાં પંકજ પી. અગ્રવાલની કેળવણી મંડળના નવા પ્રમુખ તરીકે સર્વસંમતિથી વરણી કરવામાં આવતા સંસ્થામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
નવા વર્ષના કાર્યકાળને લઈને યોજાયેલી આ બેઠકમાં કેળવણી મંડળના વિદાય થયેલા પ્રમુખ સહિત નવા હોદ્દેદારોની હાજરીમાં આગામી કાર્યકાળની કારોબારી રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કુલ 12 કારોબારી સભ્યો પૈકી 10 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આજની કારોબારી બેઠકના પ્રમુખ તરીકે મૂકેશ અગ્રવાલની સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ નવા હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રમુખ પદ માટે પંકજ પી. અગ્રવાલના નામની દરખાસ્ત બાદ અન્ય કોઈ દરખાસ્ત ન આવતા તેમની સર્વસંમતિથી પ્રમુખ તરીકે પસંદગી જાહેર કરવામાં આવી હતી.
આ સાથે ઉપપ્રમુખ તરીકે પાર્થ પટેલ, મંત્રી તરીકે કેતન પટેલ અને સહમંત્રી તરીકે અનિલ આર. પંચાલની પણ સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી. અન્ય કોઈ દરખાસ્ત ન આવતા બેઠકના પ્રમુખ મૂકેશ અગ્રવાલ દ્વારા તમામ હોદ્દેદારોની વરણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
નવા હોદ્દેદારોની જાહેરાત થતાં જ ઉપસ્થિત સભ્યોમાં આનંદનો માહોલ છવાયો હતો. ચૂંટાયેલા તમામ હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તાળીઓના ગડગડાટ સાથે નવી ટીમને વધાવી લેવામાં આવી હતી.
નવા પ્રમુખ પંકજ પી. અગ્રવાલના નેતૃત્વ હેઠળ કેળવણી મંડળનો નવો કાર્યકાળ હવે શરૂ થયો છે. સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા અને ઝાલોદની શૈક્ષણિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા નવી કારોબારી પાસેથી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.