🔥 ट्रेंडिंग ગણપતિ બાપ્પા ની પૂજા અને સમૃદ્ધિ માટે... फिरोजाबाद में गर्भवती महिला की मौत पर... ઈડર તાલુકાના BJP પ્રમુખ દિનેશભાઈ પટેલન... SB Hindustani ટીમની નવી ફિલ્મનું શૂટિં... લાઈફટાઈમ ફિટનેસનું ભવ્ય ઉદ્ઘાટન: શેલામ... રાજકોટ‑મોરબી હાઇવે પર ટ્રિપલ અકસ્માત,...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

બારડોલીમાં ગણેશ મહોત્સવમાં શ્રીજીની સ્થાપનાનો વિશાળ વધારો

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 15 सित. 2026, 01:32 PM 👁 12
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બારડોલીમાં ગણેશ ચતુર્થીનો પાવન પર્વ શરૂ થયો, જેમાં શ્રીજીની સ્થાપનાની સંખ્યા ગયા વર્ષની તુલનામાં નોંધપાત્ર વધી.

યુવાનોના અતિપ્રિય એવા ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા અનેક મહિનાઓથી ચાલી રહેલી આતુરતાનો અંત આણતાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે વિધિવત પૂજા-અર્ચના સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી.

આ વર્ષે બારડોલીમાં દર વર્ષની સરખામણીએ શ્રીજીની સ્થાપનાની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

ગણેશ આગમનથી લઈને મહોત્સવને યાદગાર બનાવવા માટે મંડળો દ્વારા મંડપ, ડેકોરેશન, લાઈટિંગ, ફ્લાવર શણગાર, સાઉન્ડ સિસ્ટમ, ફાયર શો અને પ્રસાદ સુધી મોટા પાયે ખર્ચ કરવામાં આવ્યો છે. પર્વ નિમિત્તે થયેલા આ આર્થિક વ્યવહારોને કારણે બારડોલીના સ્થાનિક વેપાર-રોજગાર અને બજારને મોટો "બુસ્ટર ડોઝ" મળ્યો છે.

બારડોલી ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ પ્રદીપભાઈ અગ્રવાલના જણાવ્યા અનુસાર નગરમાં ગણપતી મંડળની સંખ્યા વધી છે તેની સાથે સંકળાયેલા વેપારીઓ જેવા કે પૂજાનો સમાન, ફૂલ, મંડપ, ડેકોરેશન, ખાણી પીણી, કાપડ સહિતના વેપારમાં વધારો થયો છે.

શ્રીજીની સ્થાપનાથી બારડોલીના વેપારીઓને વેપારનો શ્રીગણેશ થાય છે. લઈ નવરાત્રી, દિવાળી અને ડિસેમ્બર જાન્યુઆરી સુધી રહેતા એનઆરઆઈને કારણે બારડોલીના વેપારીઓને તક મળે છે. 6થી 10 ફૂટની પ્રતિમાની સૌથી વધુ ડિમાન્ડ રહી ગણેશ મંડળના સંચાલકો પોતાની પ્રતિમા અન્ય કરતાં વધુ આકર્ષક લાગે તે માટે અવનવી થીમ અને આકારના સ્પેશિયલ ઓર્ડર આપીને મૂર્તિઓ તૈયાર કરાવતા હોય છે. આ વર્ષે બારડોલીમાં 6થી લઈને 10 ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતી પ્રતિમાઓની માંગ સૌથી વધુ રહી હતી.
📲Get App