સાવરકુંડલા ઘટક-૧માં રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત “સામુદાયિક જવાબદારી પોષણ ઉત્સવ”ની ઉજવણી

પોષણને પરિવાર પૂરતું સીમિત ન રાખી સમગ્ર સમાજની સહિયારી જવાબદારી બનાવવાનો સંદેશ
અમરેલી, તા. ૧૪ સપ્ટેમ્બર
પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત તા. ૧૪ સપ્ટેમ્બર, સોમવારના રોજ સાવરકુંડલા ઘટક-૧માં “સામુદાયિક જવાબદારી પોષણ ઉત્સવ”ની ઉજવણી કરવામાં આવી હતી. પોષણને માત્ર પરિવારની જવાબદારી ન ગણતાં સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી બનાવવાના ઉદ્દેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો.
ગ્રામસભા-ગ્રામ પંચાયતના આયોજન હેઠળ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણવાડીની જરૂરિયાતો, HCM, પોષણ સેવાઓ તેમજ બાળકોના પોષણ અંગે સામાજિક ચર્ચા કરવામાં આવી હતી. સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓના આરોગ્ય તથા પોષણ અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પંચાયત, સ્વસહાય જૂથો (SHG) તથા જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓની પોષણલક્ષી કામગીરીમાં જવાબદારી અને સહભાગિતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્રની કામગીરીમાં સમુદાયનો સહયોગ વધે તેમજ બાળકો અને માતાઓને પોષણ સેવાઓનો મહત્તમ લાભ મળે તે માટે ઉપસ્થિતોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
તદુપરાંત જિલ્લા કક્ષાએ યોજાનારી પૌષ્ટિક વાનગી હરીફાઈ સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થવા અંગે માહિતી આપવામાં આવી હતી. સંતુલિત આહાર, સ્વચ્છતા, સ્થાનિક પૌષ્ટિક ખોરાક અને નિયમિત આરોગ્ય સંભાળ અંગે પણ જાગૃતિ કેળવવામાં આવી હતી.
કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, સ્વસહાય જૂથોની બહેનો, વાલીઓ તેમજ સમુદાયના સભ્યોની સક્રિય ભાગીદારી રહી હતી. સમગ્ર કાર્યક્રમ દ્વારા “સારા પોષણ માટે સૌની સહભાગિતા અને સામુદાયિક જવાબદારી”નો સંદેશ આપવામાં આવ્યો હતો.