🔥 TRENDING સાબરકાંઠા તાલુકાના નેતાઓએ ગાંધીનગરના ધ... Sonia Mathur and Monica Arora Appointe... MCD Regularises 296 Long‑Serving Clean... Delhi Protest Blocks MG Road for Two H... OBC Congress Announces New Appointment... Tikamgarh officials seize 10 motorcycl...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર ખીમેશ્વર ગૌશાળા ખાતે ગૌ સન્માન આહ્વાન અભિયાન સંપૂર્ણ ભારતમાં ગૌહત્યા બંધ થાય ગૌમાતાને રાષ્ટ્રમાતાનું સન્માન મળે

✍️ Reporter: Mehul sinh jadeja 🗓 15 Sep 2026, 07:42 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર ખીમેશ્વર ગૌશાળા ખાતે ગૌ સન્માન આહ્વાન અભિયાન યોજાયું, ગૌ રક્ષા માટે ત્રણ મુખ્ય માંગણીઓ બુલંદ સાંતલપુર સ્થિત પ્રખ્યાત શ્રી ખીમેશ્વર ગૌશાળા ખાતે આજે ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૌ ભક્તો, સંતો-મહંતો અને મોટી સંખ્યામાં ગૌ સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ભારતમાં ગૌમાતાની રક્ષા અને સન્માન માટે કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવાનો છે.
ગૌ સન્માન અભિયાનની મુખ્ય માંગણીઓ
સંપૂર્ણ ભારતમાં ગૌ હત્યા પૂર્ણત: બંધ થાય
દેશના તમામ રાજ્યોમાં ગૌ હત્યા પર સંપૂર્ણ અને કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવે.
ગૌમાતાને રાષ્ટ્રમાતા અથવા રાષ્ટ્ર આરાધ્યાનું રાષ્ટ્રીય સન્માન આપવામાં આવે
ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને કૃષિ પ્રધાન અર્થતંત્રનું પ્રતીક ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' કે 'રાષ્ટ્ર આરાધ્યા' નો દરજ્જો આપી રાષ્ટ્રીય સન્માન આપવામાં આવે.
ગૌ સેવા માટે કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલય બને અને કેન્દ્રીય કાયદો લાગુ થાય
ગૌમાતાની સેવા, સંરક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સ્તરે અલગ ગૌ સેવા મંત્રાલયની રચના કરવામાં આવે અને સમગ્ર દેશમાં એક સમાન કેન્દ્રીય કાયદો લાગુ કરવામાં આવે.

> સાંતલપુર ખીમેશ્વર ગૌશાળા ખાતે ગૌ સન્માન આહ્વાન અભિયાન સંપૂર્ણ ભારતમાં ગૌહત્યા બંધ થાય ગૌમાતાને રાષ્ટ્રમાતાનું સન્માન મળે કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલય બને - ગૌ ભક્તોની બુલંદ માંગ.
📲Get App