🔥 TRENDING आरा के जवानियाँ गांव भोजपुरी अभिनेत्री... ಜಾಲಹಳ್ಳಿ ಪಶು ಆಸ್ಪತ್ರೆ ವೈದ್ಯರ ನಿರ್ಲಕ್ಷ್... કોસંબામાં પોલીસની સતત પેટ્રોલિંગથી સુર... નવસારીના ગોલવાડ ગેટ પાસે 'Smile Cards... રાજપાર્ડીમાં સમા પંચમી પર સારસા માતાનો... अररिया में शिवपुरी में साइबर थाना कि ब...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા અને સન્માનકાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Atul Thakor 🗓 15 Sep 2026, 07:33 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનના સફળ ૨૫ વર્ષ 'સેવા અને સમર્પણ' પૂર્ણ થયા નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત ગુજરાત સરકારના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને રાજ્યના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જનકલ્યાણ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના કાર્યોને બિરદાવ્યા હતા તેમજ ઉપસ્થિત યુવાનો અને કાર્યકર્તાઓને જોશભેર સંબોધન કરી 'સેવા સંકલ્પ અભિયાન'ના ઉદ્દેશ્યો પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે જરૂરિયાતમંદ ગરીબોને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સ્થાનિક નાગરિકો માટે ફ્રી નિદાન સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
📲Get App