🔥 TRENDING રાજુલાના જોલા પર ગામે ભાદરવી અમાસના દિ... વટવા ગોકુલ રેસિડેન્સીમાં વરસાદમાં ગણપત... சாத்தான்குளம் பகுதியில் 'லீடர்ஸ்' இயக்... NEED24 NEWS દ્વારા ગુજરાતમાં નવો રિપોર... கன்னியாகுமரி மாவட்டத்தில் விநாயகர் சது... સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, નીચ...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Business

અંકલેશ્વર ઉદ્યોગકાર જહાંગીરખાન પઠાણે નર્મદા ક્લીન ટેકની બિલિંગ પોલિસી સામે વાંધો વ્યક્ત કર્યો

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 14 Sep 2026, 11:05 AM 👁 5
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંકલેશ્વર-પાનોલી ઔદ્યોગિક વિસ્તારમાં નર્મદા ક્લીન ટેકની બિલિંગ પોલિસી અને ડિસ્ચાર્જ સિસ્ટમ અપગ્રેડેશન અંગે બેઠક બાદ, મ્યુનિસિપલ કાઉન્સિલર જહાંગીરખાન હમીદખાન પઠાણે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને લેખિત રજૂઆત કરી.

અંકલેશ્વર-પાનોલી ઔદ્યોગિક વિસ્તારમાં Direct Discharge Member Industries માટે નર્મદા ક્લીન ટેક દ્વારા બિલિંગ પોલિસી તથા ડિસ્ચાર્જ સિસ્ટમ અપગ્રેડેશન અંગે યોજાયેલી બેઠક બાદ ઉદ્યોગકાર અને અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નં.૮ના મ્યુનિસિપલ કાઉન્સિલર જહાંગીરખાન હમીદખાન પઠાણે નર્મદા ક્લીન ટેકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને લેખિત રજૂઆત કરી ગંભીર વાંધાઓ વ્યક્ત કર્યા.

તેમણે જણાવ્યું કે, તેઓ પર્યાવરણ સંરક્ષણ, પ્રદૂષણ નિયંત્રણ તથા કાયદેસર ધોરણોના પાલનના સંપૂર્ણ સમર્થક છે. પરંતુ પર્યાવરણના નામે ઉદ્યોગો ઉપર અસ્પષ્ટ અને વધતું આર્થિક ભારણ મૂકવામાં આવે ત્યારે પાણીની ટ્રીટમેન્ટ, ડિસ્ચાર્જની કામગીરી, વાસ્તવિક ખર્ચ અને પરિણામ અંગે સંપૂર્ણ પારદર્શિતા હોવી જરૂરી છે.

પઠાણે નર્મદા ક્લીન ટેક પાસે ઉદ્યોગો પાસેથી લેવામાં આવતા પાણીના જથ્થા, પાણીની ગુણવત્તા, કરવામાં આવતી ટ્રીટમેન્ટ, ટ્રીટમેન્ટ પહેલાં અને બાદના પાણીના પરીક્ષણના પરિણામો તેમજ ટ્રીટમેન્ટ બાદ પાણી ક્યાં અને કઈ મંજૂરી હેઠળ છોડવામાં આવે છે તેની વિગતો જાહેર કરવાની માંગ કરી છે.

તેમણે ભાર મૂક્યો કે, જ્યારે પર્યાવરણના હિતમાં ઉદ્યોગો ઉપર વધતી આર્થિક જવાબદારી મૂકવામાં આવે છે, ત્યારે સંપૂર્ણ પારદર્શિતા અને માહિતીની ઉપલબ્ધતા અનિવાર્ય છે.
📲Get App