🔥 ट्रेंडिंग અમરેલીમાં જીવલેણ હુમલાના આરોપી પર નાસત... सागर में पुलिस ने विस्फोटकों के 35 पेट... મહેસાણા તાલુકાના ખેરવા ગામે ખેરવા જાયન... श्रीगंगानगर की खुली जेल में उम्रकैद कै... ખાંભાના ડેડાણ ગામમાં યુવકને માર માર્યા... आह्मदाबाद में घरेलू झगड़े में पत्नी ने...
07 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠામાં ગાંભોઈ પોલીસે ૩.૬૪ લાખના મુદ્દામાલ સાથે પ્રોહિબિશનનો મોટો કેસ દાખલ કર્યો..
अपराध

સાબરકાંઠામાં ગાંભોઈ પોલીસે ૩.૬૪ લાખના મુદ્દામાલ સાથે પ્રોહિબિશનનો મોટો કેસ દાખલ કર્યો..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 13 सित. 2026, 07:25 PM 👁 87
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભિલોડાથી હિંમતનગર તરફ જતાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના ટીન પકડીને ગાંભોઈ પોલીસે વોક્સવેગન વેન્ટો ગાડી સહિત કુલ ૩,૬૪,૩૬૬ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે..

સાબરકાંઠા જિલ્લામાં પ્રોહિબિશન પ્રવૃત્તિઓને નાબુદ કરવા માટે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગાંભોઈ પોલીસ સ્ટેશનની ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીન મળી કુલ ૨૧૮ નંગ, જેની કિંમત ૬૪,૩૬૬ રૂપિયા છે, તેમજ વોક્સવેગન કંપનીની વેન્ટો ગાડી (રજી. નંબર GJ.01.KR.2282, કિંમત ૩,૦૦,૦૦૦ રૂપિયા) કબ્જે કરી છે. આમ, કુલ ૩,૬૪,૩૬૬ રૂપિયાનો મુદ્દામાલ પકડીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને પોલીસ અધિક્ષક ડૉ. પાથૅરાજસિંહ ગોહિલ (સાબરકાંઠા, હિંમતનગર) ના સૂચનો અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલ અને પોલીસ ઇન્સપેક્ટર એ.આર. ચૌધરી (ગાંભોઈ) ના સૂચનો પર ગાંભોઈ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા માટે વિશિષ્ટ પ્રવૃત્તિ શરૂ કરી હતી.

સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કાળુભાઈ દેવાભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુરેશકુમાર અંબાલાલ, મહીપાલસિંહ ચંદુસિંહ (બ.નં. ૯૪૧) અને સજ્જનસિંહ ચંપકસિંહ પ્રોહિબિશન પેટ્રોલિંગ દરમિયાન હતા. તે દરમિયાન ખાનગી બાતમીદારો દ્વારા બાતમી મળી કે ભિલોડા મઉ તરફથી એક વ્યક્તિ વોક્સવેગન વેન્ટો ગાડી (GJ.01.KR.2282) માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ વચ્ચેના રસ્તે થઈ હિંમતનગર તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે નરોડા ત્રણ રસ્તા ખાતે વોચ ગોઠવી હતી.

જ્યારે ઉપરોક્ત હકીકતવાળી ગાડી પહોંચી ત્યારે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો. તે દરમિયાન ગાડીના ચાલકે પોતાની ગાડી ફુલ સ્પીડમાં હંકારીને ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે તેનો પીછો કરતાં ચાલકે નરોડા ગામની સીમમાં આવેલા કાચા રસ્તા પર ગાડી મૂકીને નાસી છૂટ્યો. ગાડીની તપાસમાં દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા.

આ બાબતે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં સી.પાર્ટ. ગુ.ર. નંબર ૧૧૨૦૯૦૧૪૨૬૦૬૭૮/૨૦૨૬ હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫ (એ, ઇ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રશંસનીય કામગીરી કરનાર ટીમમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કાળુભાઈ દેવાભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુરેશકુમાર અંબાલાલ, મહીપાલસિંહ ચંદુસિંહ અને સજ્જનસિંહ ચંપકસિંહનો સમાવેશ થાય છે.
📲Get App