Politics
ધારી તાલુકાના બે વિદ્યાર્થીઓએ મુખ્ય ચૂંટણી કમિશનર સાથે કોન્ફરન્સમાં ભાગ લીધો
ઇલેક્ટોરલ લીટરસી ક્લબ અંતર્ગત ધારી તાલુકાના શ્રી જી. એન. દામાણી મ્યુનિસિપલ હાઇસ્કુલના બે વિદ્યાર્થીઓએ અમદાવાદ ખાતે મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી ગ્યાનેશ કુમાર સાથે મુલાકાત કરી.
ઇલેક્ટોરલ લીટરસી ક્લબ દ્વારા શરૂ કરવામાં આવેલા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ધારી તાલુકાના શ્રી જી. એન. દામાણી મ્યુનિસિપલ હાઇસ્કુલના બે વિદ્યાર્થીઓએ અમદાવાદ ખાતે મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી ગ્યાનેશ કુમાર, ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી કમિશનર તેમજ સંબંધિત ટીમ સાથે કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.
ઇલેક્ટોરલ લીટરસી ક્લબ એ ભારતીય ચૂંટણી પંચ દ્વારા શાળાઓ, કોલેજો અને ગ્રામીણ સ્તરે મતદાતાઓમાં જાગૃતિ ફેલાવવા માટે શરૂ કરવામાં આવેલી એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. આ ક્લબનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોને ચૂંટણી પ્રક્રિયા, મતદાનના અધિકાર અને લોકશાહીના મૂલ્યો વિશે રસપ્રદ અને વ્યવહારુ રીતે શિક્ષિત કરવાનો છે.
આ તકે શાળા વતી પ્રતિનિધિત્વ કરનાર વિદ્યાર્થીઓ ગોહિલ કરણસિંહ અને વૈદેહી બાંભણીયા હતા. નગરપાલિકા ધારી પ્રમુખ શ્રી જયદીપભાઈ બસિયા તેમજ તેમની ટીમ અને આચાર્ય શ્રી એમ.બી. બારડે આ વિદ્યાર્થીઓને આ સફળતા બદલ શુભકામનાઓ પાઠવી છે.