🔥 TRENDING Bombay High Court orders Maharashtra t... Maharashtra Ganeshotsav 2026 Competiti... Woman Hospitalised with Scalp Injury A... Uttar Pradesh records Rs 47,484 crore... Uttar Pradesh CM Yogi says 9.5 lakh jo... 70% of ₹4,900‑crore Ambala‑Shamli Expr...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલી: મહિલા સરપંચે ગાવડકા શેત્રુંજી નદીમાં ખનીજ માફિયાઓ પર ત્રાટક

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 13 Sep 2026, 10:08 PM 👁 4
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાકિયાના મહિલા સરપંચે ગાવડકા શેત્રુંજી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા ખનીજ માફિયાઓને રોક્યા અને ૫ મોટા ચાળણાઓ કબ્જે કરી સીઝ કરી.

ગાવડકા શેત્રુંજી નદીના પટમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલતું હતું, જેમાં રાત-દિવસ JCB અને ટ્રેક્ટરો દ્વારા નદીનું સત ખોદકામ થતા નદીના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું હતું. અનેક રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરતું હતું.

ત્યારે વાકિયાના મહિલા સરપંચે સિંહણ બનીને મેદાને પડ્યા હતા. સરપંચે પોતાની ટીમ સાથે શેત્રુંજી નદીના પટમાં રેડ કરી હતી. રેડ દરમિયાન સ્થળ પરથી રેતી ચાળવા માટેના ૫ જેટલા મોટા ચાળણા કબ્જે કરી સીઝ કરવામાં આવ્યા છે.

આ કામગીરીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સ્થાનિક લોકોમાં ચર્ચા એ જ છે કે જે કામ સરકારી બાબુઓ ન કરી શક્યા, તે કામ એક મહિલા સરપંચે કરી બતાવ્યું.

હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરે છે કે કેમ?
નોંધ : ફોટો AI ની મદદ થી બનાવેલો છે જે ધ્યાન મા લેવું.
📲Get App