🔥 ट्रेंडिंग मुजफ्फरपुर के विद्यालय सहायक की बेंच प... राजस्थान के दौसा में 11 निकायों के चुन... ભારે વરસાદથી અનેક સ્થળોએ ટ્રાફિક જામ અ... બારડોલીમાં યોજાયેલી સીબીએસસી વોલીબોલ સ... બારેજામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,... श्री शिव मंदिर सत्संग भवन (समाना) का व...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીમાં અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત, ગજેન્દ્રભાઈ અને શ્રીનાથજી કોમ્પ્લેક્સે ભક્તિભર્યું આવકાર
स्थानीय

અમરેલીમાં અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત, ગજેન્દ્રભાઈ અને શ્રીનાથજી કોમ્પ્લેક્સે ભક્તિભર્યું આવકાર

✍️ रिपोर्टर: હસમુખભાઇ સાંગાણી 🗓 13 सित. 2026, 05:20 PM 👁 5
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલીના ધારીમાં અલખ યાત્રાના આગમન પ્રસંગે ગજેન્દ્રભાઈ અને શ્રીનાથજી કોમ્પ્લેક્સે પદયાત્રીઓ અને સંતોને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કર્યું.

સાવરકુંડલાથી ચલાળા ધારી, વિસાવદર અને સતાધાર તરફ પ્રયાણ કરતી અલખ યાત્રા, માર્ગમાં સતરામ અને સંતોના જયઘોષથી ગૂંજી ઉઠી. અમરેલીના ધારીમાં આગમન સમયે સમગ્ર માર્ગ સતરામ અને સંતોના જયઘોષથી ગૂંજી ઉઠ્યો હતો.

શ્રીનાથજી કોમ્પ્લેક્સ ખાતે શ્રી રામ મોબાઈલ વાળા ગજેન્દ્રભાઈએ યાત્રાનું અત્યંત ભવ્ય, શ્રદ્ધાપૂર્વક અને હૃદયસ્પર્શી સ્વાગત કર્યું. ભાવભર્યું આવકાર: ગજેન્દ્રભાઈ અને તેમના મિત્રમંડળ દ્વારા અલખ યાત્રામાં જોડાયેલા તમામ પદયાત્રીઓ અને સંતો-મહંતો પર પુષ્પવર્ષા કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું.

સ્વાગત પ્રસંગની ખાસિયતોમાં સેવા અને ભક્તિનો સંગમ, સુંદર વ્યવસ્થા કરીને 'અતિથિ દેવો ભવ:' ની ભાવના સાર્થક કરી, અને શ્રીનાથજી કોમ્પ્લેક્સ સામે ભક્તિમય માહોલ સર્જાયો હતો. જય અલખધણી અને જય સતાધારના જય આપાગીગા ના નારાઓથી વાતાવરણ ધન્ય બની ગયું હતું.

ગજેન્દ્રભાઈ અને સમગ્ર શ્રીનાથજી કોમ્પ્લેક્સ પરિવારને નિઃસ્વાર્થ ભક્તિભાવ અને સેવાકાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન અને સાધુવાદ!
📲Get App