🔥 TRENDING માંગરોળમાં ટેરેસ પરથી પટકાઈને 33 વર્ષી... રામદેવપીરની પગપાળા યાત્રા પૂર્ણ, ગ્રામ... રામદેવપીરની પગપાળા યાત્રા પૂર્ણ, ગ્રામ... एक क्विंटल गांजे के साथ 7 अंतरजनपदीय त... રામદેવપીરની પગપાળા યાત્રા પૂર્ણ, ગ્રામ... Manipur Shooting Claims Woman's Life,...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

બારડોલીમાં યોજાયેલી સીબીએસસી વોલીબોલ સ્પર્ધામાં ગોધાવીની ટીમે મેળવ્યું ત્રીજું સ્થાન

✍️ Reporter: Dhaval Maheta 🗓 13 Sep 2026, 06:25 PM 👁 12
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બારડોલી સ્થિત પી પી સવાણી સ્કૂલમાં યોજાયેલી સીબીએસસી ક્લસ્ટર 13 વેસ્ટ ઝોનની અન્ડર-17 વોલીબોલ સ્પર્ધામાં શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર, ગોધાવીની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ત્રીજો ક્રમ હાસિલ કર્યો છે.

બારડોલી સ્થિત પી પી સવાણી ઓફ એક્સીલેન્સી સ્કૂલમાં યોજાયેલી 'સીબીએસસી ક્લસ્ટર 13 વેસ્ટ ઝોન' ની અન્ડર-17 (બહેનો) વોલીબોલ સ્પર્ધામાં શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર, ગોધાવી ના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. શાળાની ટીમે આ સમગ્ર સ્પર્ધા દરમિયાન ઉત્કૃષ્ટ રમત રમીને ત્રીજો નંબર પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું છે.

બારડોલીમાં યોજાયેલી આ સ્પર્ધામાં ગોધાવીની ગર્લ્સ ટીમે ખેલદિલી બતાવી હતી. પી પી સવાણી સ્કૂલમાં આયોજિત પશ્ચિમ ઝોન કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરની વિજેતા ટીમના ખેલાડીઓ દુર્વા જેઠવા, ગરીમા જયસ્વાલ, આહના દવે, સોમ્યા પટેલ, ક્રિષા રાણા, કેયા પંચાલ, તનુ ત્રિપાઠી અને સૃષ્ટિ મિશ્રાએ શાનદાર ખેલદિલી દાખવી હતી. આ તમામ ખેલાડીઓએ મેદાન પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સીબીએસસી વોલીબોલ સ્પર્ધામાં સફળતા મેળવનાર ખેલાડીઓની આ સિદ્ધિ સ્પોર્ટ્સ ટીચર ચૌહાણ ચેનારામ, તરુણ જાની અને ક્ષમા શર્માના યોગ્ય માર્ગદર્શન તેમજ સતત આપેલી કઠિન તાલીમનું પરિણામ છે. શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓની પ્રતિભાના જોરે શાળાએ આ સ્પર્ધામાં ત્રીજો ક્રમ હાસિલ કર્યો છે.
📲Get App