Religion
ધારીમાં અલખ યાત્રાના આગમન પ્રસંગે શ્રીનાથજી કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય સ્વાગત
સાવરકુંડલાથી શરૂ થયેલી અલખ યાત્રા ધારી પહોંચી ત્યારે શ્રી રામ મોબાઈલના ગજેન્દ્રભાઈ દ્વારા પુષ્પવર્ષા કરીને ભક્તિપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાના ધારીમાં અલખ યાત્રાના આગમન પ્રસંગે અલખના ઓટલે અને ભક્તિના રંગે રંગાયેલી આ પાવન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે યાત્રા સાવરકુંડલાથી ચલાળા થઈને સતાધાર તરફ પ્રયાણ કરતી હતી, ત્યારે સમગ્ર માર્ગ સતરામ અને સંતોના જયઘોષથી ગૂંજી ઉઠ્યો હતો. યાત્રા ધારી પહોંચી ત્યારે શ્રીનાથજી કોમ્પ્લેક્સ ખાતે શ્રી રામ મોબાઈલના ગજેન્દ્રભાઈ દ્વારા યાત્રાનું અત્યંત શ્રદ્ધાપૂર્વક અને હૃદયસ્પર્શી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સ્વાગત પ્રસંગની ખાસિયતોમાં ગજેન્દ્રભાઈ અને તેમના મિત્રમંડળ દ્વારા અલખ યાત્રામાં જોડાયેલા તમામ પદયાત્રીઓ અને સંતો-મહંતો પર પુષ્પવર્ષા કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. સુંદર વ્યવસ્થા કરીને 'અતિથિ દેવો ભવ:' ની ભાવના સાર્થક કરવામાં આવી હતી. શ્રીનાથજી કોમ્પ્લેક્સ સામે ભક્તિમય માહોલ સર્જાયો હતો, જ્યાં 'જય અલખધણી' અને 'જય સતાધાર' ના નારાઓથી વાતાવરણ ધન્ય બની ગયું હતું.
સાવરકુંડલાથી શરૂ થઈને ચલાલા, ધારી, વિસાવદર અને સંત શ્રી આપાગીગાની પાવન ભૂમિ સતાધાર જતી આ અલખ યાત્રામાં ગજેન્દ્રભાઈ (શ્રી રામ મોબાઈલ) ધારી દ્વારા કરાયેલું આ સ્વાગત ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. આવા નિઃસ્વાર્થ ભક્તિભાવ અને સેવાકાર્ય બદલ ગજેન્દ્રભાઈ અને સમગ્ર શ્રીનાથજી કોમ્પ્લેક્સ પરિવારને અભિનંદન અને સાધુવાદ અપાય છે.