Crime
સાબરકાંઠામાં-રીક્ષા ચોરીના બે ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો, રીઢા આરોપીને બે રીક્ષાઓ સાથે પકડી પાડી હિંમતનગર પોલીસ..
સાબરકાંઠા જિલ્લામાં રીક્ષા ચોરીના બે અલગ અલગ ગુન્હાઓનો ભેદ ઉકેલતાં હિંમતનગર બી.ડી.વિઝન પોલીસે રીક્ષા ચોરી કરવાની ટેવ ધરાવતા રીઢા આરોપી સુરેશભાઈ વેલાજી ઠાકોરને ચોરીની બે રીક્ષાઓ સાથે પકડી પાડ્યો છે..
સાબરકાંઠા જિલ્લામાં રીક્ષા ચોરીના બે ગુન્હાઓનો ભેદ ઉકેલતી હિંમતનગર બી.ડી.વિઝન પોલીસે રીક્ષા ચોરી કરવાની ટેવ ધરાવતા રીઢા આરોપીને પકડી પાડ્યું છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ (સાબરકાંઠા-હિંમતનગર) નાઓએ જિલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ સુચના આપેલી હતી. આ સુચના અનુસંધાને હિંમતનગર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ.કે.પટેલનાઓના માર્ગદર્શન હેઠળ ડી.એન.વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્કોર્ડના ઇન્ચાર્જ એ.પી.માળી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓએ આ દિશામાં બાતમી મેળવવા સતત કાર્યરત રહ્યા હતા..
તે દરમ્યાન એ.પી.માળી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાકેશકુમાર વિનુભાઈનાઓને બાતમી મળી હતી કે હિંમતનગર બી.ડી.વિઝન એ.પાર્ટ ખાતે ગુન્હો રજીસ્ટર નંબર-૧૧૨૦૯૦૫૬૨૬૦૮૮૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબનો રીક્ષા ચોરીનો ગુન્હો દાખલ થયો છે. ગુન્હાની ગંભીરતા જોઈને તાત્કાલિક આજુબાજુના સીસીટીવી ફુટેજ ચેક કરતાં ચોરીમાં ગયેલ રીક્ષા નંબર-GJ-09-AX-8910 કિ.રૂ.૧,૫૦,૦૦૦/-ની ચોરી કરેલ આરોપી સુરેશભાઈ સન ઓફ નાનજીભાઈ ઉર્ફે પ્રહલાદજી વેલાજી ઠાકોર (ઉવ.૩૫) રહે, જીલીયા તા.ચાણસ્મા જી.પાટણ હોવાનું સામે આવ્યું છે. આરોપી અગાઉ પણ રીક્ષા ચોરીમાં પકડાયેલ હોવાથી તેની તપાસ કરતાં સદર ચોરી થયેલ રીક્ષા સાથે મળી આવતાં તેને ગુન્હાના કામે અટક કરવામાં આવ્યો છે..
આરોપીની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં તેને બીજી એક રીક્ષા પણ થલતેજથી ચોરી કરેલ હોવાનું બહાર આવ્યું છે. જે રીક્ષા નંબર-GJ-27-TE-3494 ની પણ રીકવર કરવામાં આવેલ છે. આ બાબતે અમદાવાદ શહેર બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ નંબર-૧૧૧૯૧૦૦૬૨૬૦૨૫૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ક.૩૦૩(૨) મુજબનો ગુન્હો નોધાયેલ છે. સદર રીક્ષાની કિ.રૂ.૧,૬૦,૦૦૦/-ની ગણી તપાસ અર્થે કબજે લઈ સદરી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે..
આમ, રીક્ષા ચોરીના બે ગુન્હાઓનો ભેદ ઉકેલી રીક્ષા ચોરી કરવાની ટેવવાળા રીઢા આરોપીને ચોરીની બે રીક્ષાઓ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડીવિઝન પોલીસે ડીટેક્ટ કરેલ ગુન્હાઓ અને રીકવર કરેલ મુદ્દામાલ હિંમતનગર બી ડીવિઝન પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નંબર-૧૧૨૦૯૦૫૬૨૬૦૮૮૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૩ મુજબના કામે બજાજ કંપનીની સી.એન.જી રીક્ષા જેનો રજી.નંબર-GJ-09-AX-8910 કિમત-૧૬૦૦૦૦/- અને બોડકદેવ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર ખાતે પાર્ટ એ નંબર-૧૧૧૯૧૦૦૬૨૬૦૨૫૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ક.૩૦૩(૨) મુજબનો ગુન્હો નોધાયેલ રીક્ષા નંબર-GJ-27-TE-3494 કિમત-૧,૬૦,૦૦૦/- સમાવિષ્ટ છે.