🔥 TRENDING Toxic Final Falls Short: Global Box Of... Hanuman Ansh Crosses ₹200 Crore Mark o... India Passes BRICS Chairmanship to Chi... Haryana model makes NYFW debut at 19 SC orders Haryana Police to produce mu... Dhamtari: Patient Carried On Cot Acros...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વાવાઝોડા સાથે વરસાદથી મકાઈનો પાક જમીનદોસ્ત, ખેડૂતોને મોટું નુકસાન

✍️ Reporter: Pankaj Pandit 🗓 13 Sep 2026, 07:40 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વાવાઝોડા સાથે વરસાદથી મકાઈનો પાક જમીનદોસ્ત, ખેડૂતોને મોટું નુકસાન

ઝાલોદ તાલુકાના પૂર્વ પટ્ટાના મઘાનીસર સહિત અન્ય ગામોમાં નુકસાનની શક્યતા; તાત્કાલિક સર્વે કરી સહાય-વળતર ચૂકવવાની ખેડૂતોની માંગ



ઝાલોદ તાલુકાના મઘાનીસર સહિત પૂર્વ પટ્ટાના વિવિધ ગામોમાં વાવાઝોડા સાથે પડેલા ભારે વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ભારે પવનના કારણે ખેતરોમાં ઉભેલો મકાઈનો પાક જમીનદોસ્ત થઈ જતાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું હોવાની સ્થિતિ સામે આવી છે.
મઘાનીસર ઉપરાંત તાલુકાના અન્ય ગામોમાં પણ વાવાઝોડાની અસર થઈ હોવાની શક્યતા છે. અનેક ખેતરોમાં મકાઈનો ઉભો પાક પવનના જોરથી ઢળી પડતાં પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંનેને અસર થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે.
ખેડૂતોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને નુકસાનગ્રસ્ત તમામ ગામોમાં તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરી પંચનામું કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ સરકારના નિયમો મુજબ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય સહાય તથા વળતર ચૂકવવામાં આવે અને ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી રાહત મળે તે માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.
📲Get App